________________
કેટલાક પ્રસાશે,
. આવા જ એક વિચિત્ર વેષભૂષાધારી હતા બ્રાહ્મણ પરિ વ્રાજક સંબડ. તેઓ કાંપિલ્યપુરમાં રહેતા હતા, અનેક વિદ્યાઓના જાણકાર હતા, સાત સે શિષ્યના ગુરુ હતા અને ભગવાન મહાવીરની ધર્મદેશનાથી પ્રભાવિત થઈને શ્રમણોપાસક-શ્રાવક બન્યા હતા. અને છતાં એમણે બાહ્ય વેષ અને બાહ્ય આચાર ત્રિદંડી પરિવ્રાજક જેવા જ રાખ્યા હતા. એ છત્ર, ત્રિદંડ અને કમંડલુ રાખતા અને વચ્ચે પણ ભગવાં ધારણ કરતા.
ભગવાન મહાવીરના ઉપાસક કહેવાતા આ પરિવ્રાજકના. રૂપ-રંગ-ઢંગ જોઈને લેકે નવાઈ પામતા. વળી, એમના ચમત્કારેની પણું કંઈ કંઈ અદ્દભુત વાતો લેકજીભે વહેતી થઈ હતી. - એક વાર ત્રીસમું માસુ વાણિજ્યગ્રામમાં રહીને ભગવાન કપિલ્યપુર પધાર્યા. ઇન્દ્રભૂતિ ગૌતમે નગરમાં ભિક્ષાચર્યા માટે ફરતાં ફરતાં પરિવ્રાજક અંખડના વેષ, વ્યવહાર અને ચમકારેની ઘણી ઘણી વાત સાંભળી. આથી એમનું મન શંક્તિ થયું કે આ વિચિત્ર-વિલક્ષણ જીવ ભગવાનના સંઘને સાચે શ્રમણોપાસક હોઈ શકે ખરે?
ગૌતમે ભગવાનને પોતાની શંકાઓ કહી. ભગવાને હા કહીને એ શંકાઓનું સમાધાન કર્યું. - છેવટે ગૌતમે પૂછ્યું: “ભગવાન ! શું અંખડ પરિવ્રાજક નિગ્રંથ ધર્મની દીક્ષા લઈને આપના શિષ્ય બનશે? અને તેઓ કઈ ગતિ પામશે?”
ભગવાને કહ્યું: “ગૌતમ! અંડ મારુ શિષ્યપણું તે નહીં સ્વીકારે પણ એ એક ઉત્તમ શ્રમણોપાસક તરીકે વ્રત, તપ અને નિયમનું આચરણ કરીને, પવિત્ર જીવનને પ્રતાપે, અહીંથી દેવલેકમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ નિર્વાણ પ્રાપ્ત કરશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org