________________
ભગવાનનું મોક્ષગમન
૧૫૭+ એનાથી આવી પડનારી મુસીબતથી બચી જશે. કૃપાનાથ,. સંસાર ઉપર આટલી કૃપા કરો.”
મેહ-માયા-મમતા અને રાગ-દ્વેષથી મુક્ત વીતરાગ ભગવાને, જરા પણ ચલિત થયા વગર, પૂર્ણ સ્વરતાથી કહ્યું : “હે દેવરાજ!. કુદરતના નિયમ અને ભવિતવ્યતાના આદેશે સદા-સર્વદા અફરઃ હોય છે. અને તીર્થકર, ચક્રવતી કે કઈ પણ માનવી એમાં. ફેરફાર કરી શકતો નથી. મારા આયુષ્યની અવધિ એક પળ. માટે પણ વધારવાનું શક્ય નથી.”
પર્ષદા ભગવાનની તટસ્થતાને અભિનંદી રહીઃ ધન્ય પ્રભુ!. ધન્ય આપની વાણી અને ધન્ય આપની ન્યાયભરી પ્રણાલિ!
અને એમ કરતાં કરતાં કારતક વદિ (ગુજરાતી આસો વદિ) અમાવાસ્યાની મધરાતની ક્ષણ આવી પહોંચી અને, સમયને પરિપાક પૂરે થયે હોય એમ, લેકહૃદયના સ્વામી ભગવાન આયુષ્યનું બંધન પૂર્ણ કરીને મહાનિર્વાણ પામીને સિદ્ધ, બુદ્ધ, પારંગત. નિરાકાર, નિરંજન બની ગયા.
પર્ષદા એ સિદ્ધ, બુદ્ધ, મુક્ત ભગવાનને, દીન–અનાથ ભાવે, આંસુભરી અંજલિ અર્પણ કરીને, પ્રણમી રહી. ભગવાન તે. દિવસે મર્યં મટીને સર્વ શુભ-શુદ્ધ ભાવનાના પુંજરૂપે. અમર્ય–અમર બની ગયા.
પાવાપુરીની ધરતી તે દિવસે વિશેષ પાવન થઈ ગઈ અમાવાસ્યાની એ રાત્રિ મેટું ધર્મપર્વ બની ગઈ
લોકેએ દીવા પ્રગટાવીને પ્રભુના નિવણકલ્યાણકનું બહુમાન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org