________________
ગુરુ, ગૌતમસામી
૧૪. પર્વધર-પૂર્વધર બને (ચૌદ પર્વ છે. ૧૫. અરિહંતપદ–અરિહંત થાય. ૧૬. ચક્રવર્તિપદ–ચક્રવર્તિપણે પામે. ૧૭. બલદેવપદ–બળદેવરૂપે જન્મે. ૧૮. વાસુદેવપદ–વાસુદેવરૂપે જન્મે. ૧૯. અમૃતસવ–ધી-સાકર-ખીરના જેવી મધુર વાણીની શક્તિ. ૨૦. કોષ્ટબુદ્ધિ–ભણેલું ભૂલે નહીં તે કુષ્ટિક બુદ્ધિ. ૨૧. પદાનુસારિણ–એક પદ ભણતાં ઘણું આવડી જાય એવી શક્તિ. ૨૨, બીજબુદ્ધિ-એક પદ ભણીને ઘણો અર્થ જાણે એવી શક્તિ. ૨૩. તેજલેશ્યા–બાળી નાખે, દાહ ઉપજાવે એવી શક્તિ. ૨૪. આહારક–સંદેહ ઊપજે ત્યારે એના નિવારણ માટે ભગવાન પાસે
પહોંચી શકાય એવું શરીર રચનાની શક્તિ. ૨૫. શીતલેશ્યા– શીતલ કરે (તેજલેશ્યાને ઠારે) એવી શક્તિ. ૨૬. વૈક્રિય–નાનાં-મોટાં રૂપ ધારણ કરવાની શક્તિ. ૨૭. અક્ષણમહાનસી–પિતાના (અલ્પ) આહાર લાખ માણસને જમાડે.
એવી શક્તિ. (અષ્ટાપદની યાત્રા વખતે ગૌતમસ્વામીએ ડીક ખીરથી ૧૫૦૩ તાપસોને
પારણું કરાવ્યું હતું, તે આ લબ્ધિના પ્રતાપે.) ૨૮. પુલાક–સંઘ વગેરેના ભલા માટે ચક્રવર્તીના સૈન્યને ચૂરચૂર
કરવાની શક્તિ. ૩. આ છંદ જૈન સંઘમાં ખૂબ પ્રચલિત છે; અને નિત્યપાઠ.
કરવાની ધર્મવૃતિઓમાં આ છંદને પણ ગણવામાં આવે છે. આ છંદની કુલ નવ કડીઓ છે, એમાંની શરૂઆતની ચાર કડીઓ અહીં આપી છે.
૧૩, મહાલબ્ધિનું વરદાન ૧. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાન. ૨. દૂર્ત તંત ન પુંજિન્ના |
(આ પંક્તિનું સ્થાન હું મેળવી શક્યો નથી.) તથા જુએ, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૧૫, ગાથા ૮; અ૦ ૩૬, ગાથા ૨૬૪; અને શ્રી દશવૈકાલિકસૂત્ર, અ૦ ૮, ગાથા ૫૦.
પ
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org