Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 251
________________ વાલ પરિજિન : વિપ્ર સૌતમ ભગવાન મહાવીના શિષ્ય અને પ્રથમ ગણધર બન્યા તે પછી ગૌતમસ્વામી ભગવાને કહેલ ઉપદેશ પ્રમાણે લેને ધર્મોપદેશ દેવા લાગ્યા અને અનેક પ્રકારનું તપ કરવા લાગ્યા. આ ચરિત્રમાં (પૃ. ૧૪૭) ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું અને (પૃ. ૧૭૧) ભગવાન મહાવીર મેક્ષે પધાર્યાનું લખ્યું છે. પણ ગૌતમસ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણ પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, એવો સ્પષ્ટ નિર્દેશ એમાંથી મળતો નથી. ચરિત્રમાં (પૃ. ૨૦૦) ગૌતમસ્વામીના કેટલાક હલકા (દા. ત, બિલાડે, ભૂંડ, કૂતરા જેવા) ભવોનાં નામ પણ આપ્યાં છે. (પૃ. ૧૯૬–૧૯૮માં) એમના મેક્ષે ગયા અને દેવોએ ઉત્સવ કર્યાનો ઉલ્લેખ છે. અને (પૃ. ૧૯૮માં) ગૌતમસ્વામીના બને ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિને ગૌતમસ્વામીના નર્વાણ પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયા અને એમના મેક્ષે ગયાને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાત તાંબર અને દિગબર બનેની માન્યતાથી સાવ જુદી પડે છે. આ બને પરંપરાઓ પહેલા ગણધર ગૌતમ સ્વામી અને પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી સિવાયના બધા (નવે) ગણધરો ભગવાન મહાવીરની હયાતીમાં મેક્ષે ગયાનું માને છે. મંડલાચાર્ય શ્રી ધર્મચંદ્ર મુનિએ સંસ્કૃત ભાષામાં રચેલ આ શ્રી ગૌતમચરિત્ર”માં પહેલા ત્રણ ગણુધરેના પૂર્વભવની કથાઓ તથા બીજી પણ કેટલીક એવી બાબતે આપવામાં આવી છે કે એનું મૂળ કયાં હશે એટલે કે આ ચરિત્ર ક્યા પ્રાચીન ગ્રંથને આધારે રચવામાં આવ્યું હશે, એવી જિજ્ઞાસા સહજપણે થઈ આવે છે. આ બાબત જે કઈ મહાનુભાવો જાણતા હોય અથવા કયારેક એમના જાણવામાં આવે, તેઓ મને એની જાણ કરવાની કૃપા કરે. જે દિગંબર જૈન સંઘમાં પ્રચલિત કે સંગ્રહીત શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ-પ્રશસ્તિની, જુદી જુદી ભાષામાં રચાયેલી, નાની-મોટી કૃતિઓ જોવાનું બની શકર્યું હતું તે, સંભવ છે, એના ઉપરથી એમના જીવન સંબંધી કેટલીક વિશેષ માહિતી મળી શકી હેત તેમ જ એ સંઘમાં એમને મહિમા અને પ્રભાવ કે છે, એ પણ જાણી શકાયું હેત. “ભગવાન મહાવીર પુસ્તકમાંથી મળતી માહિતી શ્રીયુત બાબૂ કામતાપ્રસાદજી જેને, એકાવન વર્ષ પહેલાં, વીર નિ. -સં. ૨૪૫૦ ની સાલમાં, હિંદીમાં, “ભગવાન મહાવીર” નામે પુસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260