________________
૨૧૫
. અહીં ચરિત્રકાર આ ત્રણ ભાઈએાની ગૌતમ, ગાગ્યું અને ભાર્ગવ–એ ત્રણ નામને બદલે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણ નામે આપે છે. શ્વેતાંબર અને દિગંબર બને પરંપરામાં ભગવાન મહાવીરના પ્રથમ ત્રણ ગણધરનાં આ નામ જ પ્રચલિત છે.
આ ચરિત્રના કર્તાએ આ ત્રણે ભાઈઓના પૂર્વભવની કથા પણ આપી છે, તે આ પ્રમાણે છે
ત્રણ ભાઈઓના પૂર્વભવ–અવંતી નામે દેશ હતે. એમાં પુષ્પપુર નામે નગર હતું. એમાં મહીચંદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. એની રાણીનું નામ સુંદરી હતું. રાજા અને પ્રજા જૈનધમી હતાં. એક વખત અંગભૂષણ નામના મુનિરાજ, ચાર પ્રકારના સંધ સાથે, એ નગરમાં પધાર્યા. રાજા એમનાં દર્શને ગયા. એ વખતે ત્રણ કદરૂપી શદ્ર કન્યાઓ પણ ત્યાં આવીને બેઠી. એમાંની એક કાણું હતી, બીજી લૂલી હતી અને ત્રીજી કાળી હતી. વળી, ત્રણે કન્યાઓ રોગિષ્ટ, દરિદ્ર અને દુઃખી હતી. એમના દેશમાં દુકાળ પડયો હતો એટલે ધન મેળવવા માટે એ ત્રણે પરદેશમાં ફરવા નીકળી હતી અને ફરતી ફરતી આ નગરમાં આવી પહોંચી હતી. આજે એ ત્રણે મુનિની ધર્મદેશના સાંભળવા એમની પાસે પહોંચી હતી. મુનિએ ધર્મદેશના આપી.
કોણ જાણે કેમ, પણ એ કન્યાઓને જોઈને રાજ મહીચંદ્રના અંતરમાં હર્ષની લાગણી થઈ આવી. આથી એને પિતાને પણ નવાઈ લાગી. એટલે, ધર્મદેશના પૂરી થયા પછી, રાજાએ મુનિવરને આમ થવાનું કારણ પૂછ્યું. મુનિએ પૂર્વે સંચિત કરેલ કર્મના સંસ્કારોનું જ આ પરિણામ હોવાનું જણાવીને એ પૂર્વકથા રાજાને કહી સંભળાવી, જે આ પ્રમાણે છે- કાશી નામે દેશ હતા. એમાં બનારસ નામે નગર હતું. ત્યાં વિશ્વલોચન નામે રાજા રાજ્ય કરતો હતો. એની રાણુનું નામ વિશાલાક્ષી હતું. રાણીને રાજમહેલના બંધનમાં અને રાજાની આજ્ઞામાં રહેવાનું ગમતું ન હતું. એટલે એક દિવસ કંઈક યુક્તિ રચીને એ પિતાની ચામરી અને રંગિકા નામની બે દાસીઓ સાથે, મુક્ત વિહાર કરવા માટે, રાજમહેલમાંથી ચાલી નીકળી. પછી ત્રણે, ગેરુઆં કપડાં પહેરીને, ગિનીના વેશે મન ફાવે ત્યાં ફરવા લાગી અને મન ફાવે તેમ વર્તવા લાગી. એમની સાથે બીજી સ્ત્રીઓ પણ ગિનીના વેશે ફરવા લાગી. બધી મિનીએ માંસદારૂ જેવી ન ખાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org