________________
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રગટયું, છતાં એમના સુખથી વાણી (ધર્મદેશના) વહેવા ન લાગી, ત્યારે દેના રાજા ઈંદ્ર વિચાર્યું કે કઈ પણુ યુક્તિથી પંડિત ઇંદ્રભૂતિ ગૌતમને ભગવાનની સમક્ષ લઈ આવવામાં આવે તો ભગવાનની વાણી વહેવા લાગે. તેથી ઈંદ્ર પંડિત ઈદ્રભૂતિને ભગવાન પાસે લઈ આવે છે અને “જીવ નામને કઈ પદાર્થ છે કે નહીં?” એવી પિતાની શંકાનું સમાધાન ભગવાન પાસેથી મેળવવા એમને કહે છે. ભગવાન પંડિત ઇદ્રભૂતિ ગૌતમના પ્રશ્નનું પૂરેપૂરું સમાધાન કરે છે; અને એથી પ્રભાવિત થઈ ગૌતમ, પિતાના પાંચસો શિષ્યો સાથે, દીક્ષા લઈને ભગવાનના પ્રથમ શિષ્ય બને છે; એ વખતે એમને સાત ઋદ્ધિઓ પ્રગટે છે.
ભગવાન મહાવીરને વૈશાખ સુદિ ૧૦ના રોજ કેવળજ્ઞાન પ્રગટયું; અને તે પછી ૬૬ દિવસે અષાઢ વદિ ૧ (હિન્દી શ્રાવણ વદિ ૧)ના રોજ ભગવાને ધર્મદેશના આપીને ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું અને ઈંદ્રભૂતિ ગૌતમની પિતાના પ્રથમ ગણધર તરીકે સ્થાપના કરી.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટયું. અને તે પછી અનેક દેશોમાં વિચરીને અને અનેક જીવોને ધર્મોપદેશ આપીને તેઓ વિપુલાચલ પર્વત ઉપર નિર્વાણ પામ્યા. (શ્રી સુધર્માસ્વામી સિવાયના બાકીના નવ ગણધર ભગવાનની હયાતીમાં જ મેક્ષે ગયા હતા.) “શ્રી ગૌતમચરિત્ર પ્રમાણે શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર
આ કાવ્ય-ચરિત્રમાં એના ક્રર્તા મુનિવર ભગવાન મહાવીર સ્વામીના મુખે રાજા શ્રેણિકને ગૌતમસ્વામીની કથા કહેવરાવે છે.
મગધ નામને દેશ છે. એમાં બ્રાહ્મણ નામે નગર છે. એ નગર વેદશાસ્ત્રોનું વિદ્યાધામ છે. એ નગરમાં શાંડિલ્ય નામે બ્રાહ્મણ રહેતા હતા. એ ગુણ, વિદ્વાન, ધનવાન, સુખી અને એમની જ્ઞાતિમાં મુખ્ય હતા. એમને બે પત્નીઓ હતી. એકનું નામ થંડિલા અને બીજીનું નામ કેસરી.
સ્થડિલાએ બે પુત્રોને જન્મ આપે. એમાં મેટાનું નામ ગૌતમ હતું અને નાનાનું નામ ગાંઠ્યું હતું. ગૌતમને જીવ જ્યારે સ્વર્ગમાંથી માતાની કુક્ષિમાં આપે ત્યારે માતાએ શુભસૂચક પાંચ સ્વપ્ન જોયાં હતાં. ગાર્ગ્યુને જીવ પણ સ્વર્ગમાંથી જે આવ્યો હતો. શાંડિલ્યની બીજી ભાર્યા કેસરીને એક પુત્ર અવતર્યો હતો. એનું નામ ભાર્ગવ રાખવામાં આવ્યું હતું અને એને સ્ત્ર પશુ સંવર્ગમાંથી આવ્યા હતા. ત્રણે ભાઈઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org