Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

Previous | Next

Page 248
________________ ૧૪ ગુરુ ગૌતમસ્વામી આાપસમાં ખૂબ પ્રેમ હતા અને ત્રણે મેટા વિદ્વાને અને બધી વિદ્યાએના પારંગત હતા. ગૌતમને પેાતાની વિદ્યાના ઘણા ગં હતા. ભગવાન મહાવીરને ધ્રુવળજ્ઞાન પ્રગટવા છતાં જ્યારે ભગવાનની દિવ્ય વાણી ન પ્રગટી ત્યારે દેવાના રાજા ઈંદ્રને વિચાર આન્યા કે જો અત્યારે પંડિત ઈંદ્રભૂતિ ગૌતમ ભગવાનની પાસે આવી જાય તો ભગવાનની દિવ્યવાણી વહેવા લાગે. આ માટે એમણે એક યુક્તિ કરી : તેએ વૃદ્ધનુ રૂપ ધારણ કરીને અને એક અટપટા શ્લોક લઈને, એને અં સમજવાના બહાને, પડિત ગૌતમની શાળામાં ગયા; અને એ શ્લાકના અ પેાતાને સમજાવવા એમણે એમને વિનતિ કરી; અને વધારામાં ઉમેર્યુ કે મારા ગુરુ આ ક્ષેકના અ સમજાવવા સમર્થ છે, પણ એમને અત્યારે આ માટે સમય નથી તેથી હું તમારી પાસે આવ્યો છું. પડિત ગૌતમને થયું કે મારા જેવા સર્વ શાસ્ત્રઓના જાણકારને આ શ્લાકના અથ કરતાં કેટલી વાર ! અને એમણે ગવ ભર્યો હુંકાર કરીને એ વૃદ્ધ આગળ શરત મૂકી કે જો હું... આ શ્લાકના અથ તમને સમજાવુ તા તમારે મારા શિષ્ય ખની જવું. સામે વૃદ્વરૂપધારી દ્વરાજે શરત મૂકી. કે, જો તમે આ શ્લોકના અર્થ ન કરી શકે તેા, તમારે, તમારા અને ભાઈએ અને પાંચસેા શિષ્યા સાથે, મારા ગુરુનુ શિષ્યપદ સ્વીકારવું, પંડિત ગૌતમે તરત જ આ શરત કબૂલ કરી. આમાં પેાતાને વિજય થવાની એમને પૂરી ખાતરી હતી : એક સામાન્ય બ્લેકના અકરવા એમાં શી મોટી વાત! પણ જે કામ એમણે રમત કરવા જેવું સહેલું માન્યુ હતું, તે બહુ મુશ્કેલ નીકળ્યુ'; અને અતે એ શ્લોકના અર્થ તે ન કરી શકવા અને એમની હાર થઈ. એટલે, એ વૃદ્ધ જન સાથે નક્કી થયેલ શરત પ્રમાણે, ૫ડિત ઇંદ્રભૂતિ ગૌતમ, પેાતાના પાંચસેા શિષ્યા અને ખુને ભાઈએ સાથે, ભગવાનના શિષ્ય નવા એમની પાસે પહેાંચ્યા. ભગવાને એ શ્લાકને અ અને ભાવ એમને વિસ્તારથી સમજાવ્યેા. ગૌતમે ભગવાનના જ્ઞાન અને એમની ઋદ્ધિથી પ્રભાવિત થઈને, પેાતાના બે ભાઈએ અને પાંચ શિષ્યા સાથે, એમની પાસે દીક્ષા લઈને એમનું શિષ્યપણુ સ્વીકાર્યું, અને 'એ વખતથી ભગવાનની દિવ્ય વાણી વહેવી શરૂ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260