________________
૨૧૨
ગુરુ ગૌતમસ્વામી શ્રી ગૌતમસ્વામી સ’બધી કશી માહિતી મળતી નથી; ફક્ત “ઉત્તરપુરા”માં જ શ્રી ગૌતમસ્વામીના જીવન સ`બધી કેટલીક માહિતી સચવાયેલી છે; પણ એ એટલી આછી છે કે જેથી એ ભગવાન મહાવીરના પ્રથમ ગણુધર અને અનંતલધિના નિધાન ગણાતા શ્રી ગૌતમસ્વામીના જીવનસબંધી આપણી જિજ્ઞાસાને સતાષી નથી શકતી. મેં આ માહિતીને અહી ઉપયાગ કર્યો છે. આ ગ્રંથ ભારતીય જ્ઞાનપીઠ, કાશી તરફથી પ્રગટ થયા છે.
વળી, દિગ ંબર જૈન સાહિત્યમાં “ શ્રી ગૌતમચરિત્ર' નામે એક સસ્કૃત કાવ્ય છે, તેના આધારે પણ મેં શ્રી દિગમ્બર જૈન સધમાં માન્ય શ્રી ગૌતમસ્વામીના ચરિત્રની માહિતી અહી જુદી આપી છે. આ ચરિત્રની રચના મૂલસ"ઘ, બલાત્કારગણું, ભારતી ગચ્છના શ્રી ભૂષણ મુનિના શિષ્ય મંડલાચા. શ્રી ધર્માંચદ્ર મુનિએ, વિ. સ. ૧૭૨૬માં, રઘુનાથ મહારાજના રાજ્યમાં, મહારાષ્ટ્ર નામે નાના નગરમાં, શ્રી ઋષભદેવના મંદિરમાં કરી હતી. આ કાન્યતા પાંચ સ` છે; એના કુલ શ્લાક ૧૦૪૪ છે; અને બહુ મોટા ભાગના શ્લેાકેા અનુષ્ટુપ છંદમાં છે. આ ચરિત્રકાવ્યની રચના, મહાકાવ્યેાની ઢળે, વર્ણનાત્મક વિશેષ હેાવાથી એમાંથી પણ શ્રી ગૌતમસ્વામીના ચરિત્રને લગતી માહિતી પ્રમાણમાં આછી મળી શકે છે, છતાં આ માહિતી “ ઉત્તરપુરાણુ ”માં સગ્રહાયેલી માહિતી કરતાં કંઈક વધારે છે. આ પુસ્તકનું પ્રકાશન શ્રી મૂલચ૬ કિશનદાસ કાપડિયાએ, શ્રી દિગમ્બર જૈન પુસ્તકાલય સુરત વતી, ક્યુ છે.
t
“ ઉત્તરપુરાણ” પ્રમાણે શ્રી ગૌતમસ્વામીનું ચરિત્ર આ ગ્રંથમાં ગૌતમસ્વામીનુ* ચરિત્ર (તેમ જ ખીજા” ચરિત્રો પણ) શ્રી ગૌતમસ્વામીના મુખે જ વર્ણવવામાં આવેલ છે.
ગૌતમ* નામના ગામમાં, ગૌતમ ગાત્રના પંડિત ઇંદ્રભૂતિ નામે બ્રાહ્મણુશ્રેષ્ઠ રહેતા હતા. એમને પોતાની વિદ્યાનું ઘણું અભિમાન હતું. તે સ્વર્ગ લેાકના આદિત્ય નામના વિમાનમાંથી આવ્યા હતા. (અર્થાત્ પૂર્વ ભવમાં તેએ સ્વર્ગમાં આદિત્ય નામે વિમાનમાં દેવ હતા.)
* तदैवागत्य मद्ग्रामं गौतमाख्यं शचीपतिः ।
તંત્ર ગૌતમનોત્રોથમિન્ત્રમૂર્તિ દ્વિજ્ઞોત્તમમ્ ॥ (૫ ૭૪, શ્લાક ૩૫૭.) આ શ્લાક ઉપરથી શ્રી ગૌતમસ્વામીના ગામનું નામ પણ ગૌતમ’ હતુ એમ જાણી શકાય છે.
1.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org