________________
કાલેદાયી–હે ભગવન! એ રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકાયષ્ય છમાં અશુભ ફલસહિત પાપકર્મો લાગે?
મહાવીરના કાલેદાયિ! પરંતુ અરૂપી છવકાયને ફલસહિત કર્મો લાગે.
(“શ્રી ભગવતીસાર”, ૫૦ ૫૯૭). ૮. “મહાવીર સ્વામીને સંયમધર્મ” (શ્રી સૂત્રકૃતાંગને છાયાનુવાદ;
સં. શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ), પૃ. ૨૩૨; “શ્રમ માવાન મહાવીર”, પૃ. ૧૭૪; તથા “શ્રી મહાવીર-કથા", . ૪૦૮. ઉદક પઢાલપુત્ર અને ગૌતમસ્વામી વચ્ચે શ્રાવકોના અહિંસાવ્રતના (રાજા વગેરેની બળજબરીથી કરવી પડતી ત્રસ જીવોની હિંસાવિરાધનાને બાદ કરતાં ત્રસ જીવોની હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞાના) સંબંધમાં જે વાર્તાલાપ થયો તે આ બાબતમાં ઝીણવટમાં ઊતરવાની જિજ્ઞાસાવાળાએ ખાસ વાંચવા જેવો છે. આ વાર્તાલાપ, ઉપર પાદનોંધ ૮ માં સૂચવેલ ત્રણે પુસ્તકમાં આપેલ છે.
આ વાર્તાલાપમાને ગૌતમસ્વામીના કથનને નીચે રજુ કરેલ ડોક અંશ વાંચવાથી પણ ગૌતમસ્વામીની સમજાવવાની સરળ અને ઉમદા પદ્ધતિને ખ્યાલ આવી શકશે–
“પછી ભગવાન ગૌતમે પોતાના મંતવ્યનું ઉદાહરણ આપતાં કહ્યું કે, કેટલાક મનુષ્યો એવો નિયમ લે કે, “જેમણે મુંડ થઈને ઘરબાર છોડી પ્રવજ્યા લીધી હશે, તેમની અમે મરતાં સુધી હિંસા નહીં કરીએ.' તેમણે ગૃહસ્થીઓની હિંસા ન કરવાને નિયમ લીધે નથી. હવે ધારો કે કેાઈ શ્રમણ પ્રવજ્યા લીધા બાદ ચાર, પાંચ કે વધુ વરસ ચારે બાજુ રખડી થાકીને પાછો ગૃહસ્થી થાય. હવે ઉપરનો નિયમ લેનારો માણસ તે ગૃહસ્થ થયેલા શ્રમણને મારી નાખે, તે તેને શ્રમણને મા મારવાને નિયમ તૂટયો કહેવાય? નહિ જ. તે જ પ્રમાણે જેણે માત્ર જગમ પ્રાણોની હિંસા છોડી દીધી હેય તે આ જન્મમાં સ્થાવર બનેલા પ્રાણની હિંસા કરે, તો તેથી તેના નિયમને ભંગ ન જ થાય.”
(“મહાવીર સ્વામીને સંયમધર્મ” પૃ૦ ૨૩૫.) ૧૦. “ના માવાન મહાવીર, પૃ૧૯૪; તથા “શ્રી મહાવીર-કથા", * પૃ૪૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org