________________
પાદનોંધ :
આવી હશે, તેનું મૂળ ક્યાં હશે, એ બાબત, સ્વર્ગસ્થ પૂજ્યપાદ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને, અન્ય સાધુ-મુનિરાજોને તથા જન સાહિત્ય અને આગમસૂત્રોના અભ્યાસી વિદ્વાનને પૂછવા છતાં, કશી માહિતી મળી શકી નથી. તેથી સહેજે જિજ્ઞાસા અને કુતૂહલ થાય છે કે શું કથાકારે આ કથાઓ કોઈ. પણ જાતના આધાર વગર જ લખી હશે? આવું બન્યું હોય,. અર્થાત્ કથાકારે આ પાંચ કથાઓ કશા પણ આધાર વગર લખી હેય, એમ માનવા પણ મન ના કહે છે; અને છતાં આને આધાર શોધો બાકી રહે છે, એ પણ હકીકત છે. કેઈના જાણવામાં આ. આધાર આવે તે મને એની જાણ કરવા કૃપા કરે.
ગૌતમસ્વામી અને સકંદક પરિવ્રાજક વચ્ચેના પાંચ પૂર્વભવેનું વર્ણન કરતી આ પાંચ કથાઓને સાર, પૂજ્ય મુનિરાજ શ્રી અભયસાગરજી ગણિ તરફથી “શ્રી મહાવીર શાસન ” માસિકના તા. ૧-૭-૧૯૭૧ના અંકમાં અને “સુઘોષા” માસિકના ફેબ્રુઆરી ૧૯૭૨ના અંકમાં “શ્રી ગૌતમસ્વામીના પર્વના પાંચ ભો” એ નામથી પ્રગટ થયું છે.
મને આ કૃતિની હસ્તપ્રત પૂજ્ય મુનિવર્ય શ્રી અભયસાગરજી - ગણિ મારફત મળી છે. આ કૃતિની ભાષા સંસ્કૃત છે, પણ તે અશુદ્ધ છે, તે ઉપર આપેલ ટૂંકા ઉદ્ધારણથી પણ જાણી શકાય છે. પુસ્તકને અંતે આપવામાં આવેલી પ્રશસ્તિ આ પ્રમાણે છે– “સંત ૧૮૮૬. मार्गसीर्षे शुक्लत्रयोदस्यां श्री आद्रीयाणायामे चातुमासं संस्थीते पं: तलसीरत्नजी मु० लाभरत्नेन लषीतं श्वआत्मार्थे परोपगारायः । - આ મુનિવરે આ ગ્રંથની રચના પણ કરી હશે અને લખે પણ એમણે જ હશે કે માત્ર કોઈ બીજી પ્રત ઉપરથી નકલ જ કરી હશે, એવી શંકા આ પ્રશસ્તિમાં આપેલ “” શબ્દથી થાય એ સ્વાભાવિક છે. પણ આ કૃતિની બીજી નકલ કે આમાં આપેલ કથાનું મૂળ હજી સુધી ક્યાંયથી મળ્યાં નથી તેથી એમ જરૂર કહી શકાય કે આ કૃતિની રચના આ મુનિવરે જ કરી દેવી જોઈએ. આ મુનિવરો કયા સંધ કે ગષ્ટના હશે, એની પણ જિજ્ઞાસા રહે છે. એક મુનિવરના નામની આગળ “હું” અને બીજાના નામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org