Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

Previous | Next

Page 224
________________ ગુરુ ગૌતમરવાની આગળ “સુ નેધેલ હેવાથી તેઓ કોઈ યતિ સંપ્રદાયના નહીં હેય એમ પણ લાગે છે. આ કૃતિ અર્વાચીન (માત્ર ૧૪૨ વર્ષ જેટલી જૂની) અને અશુદ્ધ હોવા છતાં એમાં ગૌતમસ્વામી અને સ્કંદક પરિવ્રાજકના પાંચ પૂર્વભવોની, બીજે કયાંય નહીં મળતી, કથાઓ સંધરાયેલી હેવાથી એ મહત્વની અને અમુક પ્રમાણમાં મૌલિક કહી શકાય એવી છે. ૫. (પૃ. ૭૪) હસ્તપ્રતમાં આ સ્થાને શ્રાવકનું નામ “સુધર્મા આપ્યું છે, અને આગળ ઉપર બધે સ્થાને “સુભદ્ર” આપ્યું છે; પણ આ પુસ્તકમાં બધે “સુધર્મા” જ રાખ્યું છે. ૫. (પૃ. ૮૦) છેલા પૂર્વભવમાં ભગવાન મહાવીરને જીવ પ્રાણુત નામના દસમા દેવલોકમાં દેવ હતો, અને ગૌતમસ્વામી (તથા એમના બે મિત્રો)ને જીવ છેલ્લા પૂર્વભવમાં, અહીં સૂચવ્યા પ્રમાણે, (સહસ્ત્રાર નામના) આઠમા દેવલોકમાં હતો. આમ છતાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને આશ્વાસન આપતાં “હે ગૌતમ! તુરતના દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં તારી સાથે મારો સંબંધ છે” (“શ્રી ભગવતીસાર,” પૃ.૨૪૯) એમ કહ્યું હતું, એને અર્થ શું હોઈ શકે? આને ખુલાસો એમ સમજો કે બંનેના જીવ છેલ્લા પૂર્વભવમાં, ભલે જુદા જુદા દેવલોકમાં જન્મવા છતાં, વિમાનિક દેવરૂપે જ જગ્યા હતા. ૬. જુઓ, આ જ પ્રકરણની બીજી પાદનોંધ. વળી, જેમાં ગૌતમસ્વામી અને સ્કંદ પરિવ્રાજકના પાંચ પૂર્વભવની કથાઓ આપવામાં આવી છે, તે ઉપર સૂચવેલ હસ્તલિખિત પુસ્તકમાં આ કથાઓની શરૂઆતમાં જે એમ સૂચવવામાં આવ્યું છે કે “શ્રી મહાવીરસ્વારીના શ્રીગૌતમસ્વામીના પ્રભૂતં જ તવ પૂર્વસંતઃ” તેના ઉપરથી ભગવાનના આ કથનને ભાવ વધારે સ્પષ્ટ થાય છે.. બાલમરણના બાર ભેદ આ પ્રમાણે છે-(૧) વલમ્મરણ (તરફડિયાં ખાતાં મરવું); (૨) વશામણ (પરાધીનતાપૂર્વક રિબાઈને મરવું); (૩) અંતઃશલ્યમરણ (શરીરમાં શસ્ત્રાદિ પેસી જવાથી મરવું); (૪) તદ્દભવ મરણ(જે ગતિમાં મર્યા હોય તે જ ગતિમાં પાછું જન્મવું) (૫) પહાડથી છે મ કે ' * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.ogg

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260