________________
૧૬૮
ગુરુ ગૌતમસ્વામી શાતા દુઃખ-શાક-સંતાપથી કે આધિ-વ્યાધિ-ઉપાધિથી પરેશાન થયેલા જીવા ગુરુ ગૌતમસ્વામીનું શરણુ પામીને અનુભવે છે; અરે, એમનું શરણુ જ શા માટે, ભાવ-ભક્તિપૂર્વક કરાતુ એમનું નામસ્મરણુ પણ વિઘ્નશાંતિ અને ઈષ્ટપ્રાપ્તિનું નિમિત્ત અને છે : ગૌતમસ્વામીની આવી કીતિ અત્યારે પણ લેાકજીવનમાં વિસ્તરી રહી છે. એમનુ નામ અને કામ સકલ મંગલના નિધાનરૂપ લેખાય છે જાણે નવે નિધાન અને બધી ઋદ્ધિઓ, સિદ્ધિએ અને લબ્ધિએને એમાં વાસ થઈ ગયા ન હેાય !
પણ ગૌતમસ્વામીને મન તે આવી બધી ચમત્કારી શક્તિઆનુ કોઈ મૂલ્ય ન હતું. એમને તેા કેવળ આત્માની શક્તિઓના જ ખપ હતા ઃ જેટલા પ્રમાણમાં આત્મા વિશુદ્ધ થતા જાય એટલે કે આત્મા પરભાવને તજીને સ્વ-ભાવમાં સ્થિર થઈ ને માહ્ય ભાવથી –પુદ્દગલભાવથી દૂર થતા જાય, એટલા પ્રમાણમાં જ આત્મસાધના સફળ થઈ લેખાય—એ પરમસત્ય એમના રામ રામ સાથે વણાઈ ગયું હતું.
તેથી જ તે આંતરિક ગુણુસોંપત્તિને પ્રગટાવવા, પળમાત્રના પણ પ્રમાદ સેવ્યા વગર, નિરંતર જાગ્રત રહીને, પુરુષાર્થ કરતા રહેતા અને ઋદ્ધિ-સિદ્ધિ-લબ્ધિએની સ'મોહક શક્તિઓ પ્રત્યે ઉદાસીનતા ધારણ કરતા, અને કોઈ જીવને એ શક્તિઓથી લાભ થઈ જતા તાપણુ તેએ એના ગૌરવથી પેાતાની જાતને સદાય અલિપ્ત જ રાખતા. સંસારના બધાય ભાવા તરફ્ની આવી અનાસક્તિ અને નિવૃિત્તિ એમની જીવનસાધના સાથે સાવ સહજપણે સમરૂપ બની ગઈ હતી.
શ્રમણો તેા નામના કીર્તિની આકાંક્ષાથી અલિપ્ત રહેનારા અનાસક્ત સાધકો જ ગણાય; એટલે એમના જીવનની અને એમની સાધનાની વિગતે મહુ જ ઓછી જાણવા મળે એ સ્વાભાવિક છે—કાળના અંધારપછેડો ઓઢીને દુનિયાની તવારીખમાંથી લુપ્ત થઈ જવામાં જ જાણે એમની શાભા રહેલ ન હોય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org