________________
૩૧
મગલમય વિભૂતિ
સમભાવ એ જ મેાક્ષના અતિમ ઉપાય. સમભાવને માટે અહિંસા જોઈએ. અહિંસા કરુણાને જન્માવે. કરુણા વાત્સલ્યને જન્મ આપે. વાત્સલ્ય વિશ્વમૈત્રીની ભાવનાને પ્રગટાવે અને વિશ્વમૈત્રીની ભાવના જીવનમાં અભય, વૈર અને અદ્વેષની પ્રતિષ્ઠા કરીને અને સર્વત્ર વાત્સલ્યની અમૃતસરિતાને વહાવીને સાધકને કુંતા કરે.
જીવનસાધના, ચેાગસાધના કે મેાક્ષસાધનાના આ જ રાજમા, જે સાધક એ મા ના પુણ્યયાત્રિક અને એનાં મેહ-માયા-મમતાનાં જાળાં અને કલેશે-કષાયા-કર્માંનાં મધન દૂર થઈ જાય; અને એના આત્મા સવ જીવાના કલ્યાણુની મંગલમય ભાવનાથી ઉલ્ટસિત અની જાય અને “વિ જીવ કરું શાસનરસી, ઇસિ ભાવદયા મન ઉલ્લસી ” એ કવિવાણીના ભાવ એના મન-વચન-કાયાના સમગ્ર વ્યવહારમાં વ્યાપી જાય. પછી તેા એ વિશ્વના કલ્યાણમાં જ પેાતાના કલ્યાણનાં દન કરવા લાગે : વિશ્વના જીવા સાથે એ આવી અતિવિરલ એકરૂપતા અનુભવે.
ગુરુ ગૌતમસ્વામી આવા જ વિશ્વકલ્યાણકારી સાધક હતા. પેાતાની આવી વિમળ સાધનાને મળે જ તે જગતના જીવા માટે મોંગલમય વિભૂતિ અની ગયા હતા અને એમનામાં અનેક લબ્ધિઓ, ઋદ્ધિઓ અને સિદ્ધિએની અદ્ભૂભુત અને ચમત્કારી શક્તિએ પ્રગટી હતી.
તરસ્યાને પાણી મળતાં, તાપથી સ ંતપ્ત થયેલાને વૃક્ષની છાયા મળતાં, ભૂખ્યાને લેાજન મળતાં, રાગીને ઔષધ મળતાં અને ટાઢે થરથરતાને ઉષ્મા મળતાં જેવી શાતા વળતી એવી
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org