________________
૧૭૦
ગુરુ, ગૌતમસ્વામી આધારરૂપ બનીને છેવટે સમભાવના વિરોધી અને મારા-તારાપણાના કે કીતિ–નામનાની આકાંક્ષાના જ પિષક બને છે. તે પછી સમભાવને સાચે સાધક એ મા કેવી રીતે જાય? .
અને આ બધું છતાં, સર્વવિનિવારક અને સર્વ વાંછિતપૂરક તરીકે જનસમૂહમાં ગૌતમસ્વામીની જે નામના છે, એ ખરેખર નવાઈ ઉપજાવે એવી છે. ગૌતમસ્વામી પણ અન્ય આત્મસાધકોની જેમ જ, ગ–અધ્યાત્મમાર્ગના સાધક હતા અને એમની સિદ્ધિ પણ એવા અનેક સાધકે જેવી જ હતી, છતાં તેઓ જ આવી નામનાના અધિકારી કેવી રીતે બન્યા, એવો સવાલ સહેજે થઈ આવે છે.
આને ખુલાસો એ મહાપુરુષની ભવ્ય-ભદ્ર પ્રકૃતિ, સર્વનું કલ્યાણ કરવાની ઉદાત્ત ભાવના અને નિર્મળ, નિખાલસ, સરળ વૃત્તિમાં રહેલું છે. દુઃખને જોઈને કરુણાથી ગદ્દગદ થઈ જવું, સુખ જોઈને પ્રસન્નતા અનુભવવી અને સૌકેઈનું કલ્યાણ કરવા સદા તત્પર રહેવું એ એમને સહજ ગુણ હતું. આ રીતે. ગુરુ ગૌતમ વિશ્વકલ્યાણની ભાવનાના પ્રતીક કે પ્રતિનિધિ અને મંગલમય વિભૂતિ બની ગયા હતા.
સેકે ઐકે એમની કીર્તિગાથાઓ રચાતી અને ગવાતી રહી છે અને સર્વ શુભ કાર્યોમાં તેઓ સદા સ્મરણીય અને પૂજનીય મનાતા રહ્યા છે, તે તેઓની આ સર્વમંગલકારી ભાવનાને પ્રભાવે જ. એમની પ્રશસ્તિમાં નાનાં-મોટાં કેટલાં બધાં કાવ્ય રચાયાં છે ! એમના નામે જાણે સુખ-શાંતિના સમીર વાવા લાગે છે. દુઃખ-દીનતામાં. ડૂબેલા સંસારીઓને અને આત્મમાર્ગના સાધક ભેગીઓને બનેને સમાન રીતે ઉપકાર થઈ શકે એવું ભગવાન મહાવીરના એ. અનન્ય સેવકનું નામ અને જીવન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org