________________
સફળ મનોરથ
પ્રભુના અણધાર્યા વિયેગની વેદનાને ભાર લઈને ગૌતમ પિતાને માર્ગ કાપી રહ્યા છે, પણ મનને કેઈ સાંત્વન મળતું નથી. જીવન જાણે અસહ્ય બની ગયું છે.
છેલ્લા તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીની સ્થિતિ પણ કંઈક પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલિ જેવી થઈ હતી. આ
બાહુબલિ ભગવાન ઋષભદેવના બીજા પુત્ર. પિતાને ગર્વ તજીને, બધે રાજવૈભવ પિતાના મોટા ભાઈ ભરતને ચક્રવર્તી બનવા માટે સોંપીને અને અણગારપદ સ્વીકારીને એ અતિ ઉગ્ર તપ અને ધ્યાનમાં ઊતરી ગયા અને રોમાંચકારી કષ્ટોને અદીન ભાવે સહન કરી રહ્યા. બાર બાર માસ સુધી તેઓ આવી આકરી સાધના કરતા રહ્યા, છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ દૂર ને દૂર જ રહી. એમની આ સિદ્ધિને રેકી રહી હતી અહંભાવની એક સાવ નાની સરખી રેખા. એમણે ત્યાગમાગને સહર્ષ સ્વીકાર તે કર્યો, પણ મનમાં અહંકારને અંધકાર વ્યાપી ગયેઃ અત્યારે હું પ્રભુના ધર્મસંઘમાં જાઉં તે, મારાથી પહેલાં ત્યાગી બનેલા મારા નાના ભાઈઓને મારે વંદના કરવી પડે! ધર્મતીર્થને એ આચાર છે કે ત્યાં જન્મની વયની મેટાઈ નહીં પણ ત્યાગધર્મના સ્વીકારની વયની મેટાઈ જ અભિવંદનીય બની રહે છે; તે હું ઉત્કટ પેગસાધનાને બળે કેવળજ્ઞાન મેળવીને પ્રભુની પર્ષદામાં કેમ ન જાઉં કે જેથી નાના ભાઈઓને વંદના કરવાની લઘુતામાંથી બચી જાઉં? અહંભાવના આ નાના સરખા અંશે બાહુબલિના સાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org