________________
૧૬૨
ગુરુ ગૌતમસ્વામી માર્ગને અંધકારમય બનાવી દીધે, પરિણામે બાહુબલિ તપ તપતાં જ રહ્યા, તપતાં જ રહ્યા, છતાં કેવળજ્ઞાન એમનાથી દૂર ને દૂર જ રહ્યું ! છેવટે, ભગવાન કાષભદેવની પ્રેરણાથી, સાધ્વી-ભગિનીઓ બ્રાહ્મી અને સુંદરીએ પિતાના બંધુને એની ભૂલનું ભાન કરાવ્યું અને જે પળે અંતરમાંથી અંહકારને અંધકાર દૂર થયે એ ક્ષણે જ બાહુબલિનું અંતર કેવળજ્ઞાનના સર્વમંગલકારી પ્રકાશથી જળહળી ઊડ્યું.
બાહુબલિના આ અહંભાવની જેમ ગુરુ ગૌતમસ્વામીને ભગવાન મહાવીર ઉપરને ઊંડે અનુરાગ જ એમના કેવળજ્ઞાનને રેકી રહ્યો હતે. પણ અહીં એ ભૂલને બતાવનાર હવે ન કોઈ તીર્થકર હતા કે ન કેઈ ભિક્ષુ-ભિક્ષુણ અત્યારે એમની પાસે ઉપસ્થિત હતાં; ગૌતમસ્વામી સાવ એકાકી હતા.
ભગવાન ઉપરને અનુરાગ જ વીર ! વીર ! વીર!ના અખંડ વિલાપરૂપે ગૌતમને બેચેન બનાવી રહ્યો હતો અને એમના ચિત્તની સમતા અને શાતાને હરી રહ્યો હતે. ગૌતમના મનના એક એક અંશમાં જાણે પ્રભુ પ્રત્યેને ઉપાલંભ ભર્યો હતે હે ભગવાન, આપે આ શું કર્યું? અંત સમયે મને અળગો શા માટે કર્યો? આપને આ માટે શું કહેવું ?
પણ હવે, જાણે આવા ઘેરા શેક-સંતાપ-વિલાપમાં તરફડવાને સમય પૂરો થયે હેય એમ, ગૌતમસ્વામીનું અંતર કંઈક સ્થિરસ્વસ્થ થયું, એમના ચિત્તને કંઈક કળ વળી અને એમને વિચારપ્રવાહ બીજી દિશામાં વહેવા લાગ્યું.
ગૌતમસ્વામી વિચારવા લાગ્યાઃ પ્રભુ તે દીનબંધુ, કરુણાસિંધુ અને જગતના ઉદ્ધારક ! મારા ઉપર તેઓને કેવી મમતા હતી! આવા પ્રભુ કદી કઠેર બની શકે કે વિશ્વાસભંગ કરીને છેહ આપી શકે ખરા? ભગવાને તે વારંવાર સમજાવ્યું છે કે ગૌતમ! દરેક જીવ પિતાની સાધનાના બળે જ સિદ્ધિ મેળવી શકે છે. બીજાના બળે કેઈ સિદ્ધિ મેળવે કે બીજે કઈ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org