________________
૨૮ ગૌતમની વેદના
ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબંધ કરીને પાવાપુરી પાછા આવી રહ્યા હતા. એમનું રમ રમ પ્રભુની આજ્ઞાનું પાલન ર્યાના ઉલ્લાસથી વિકસી રહ્યું હતું.
જે દિવસે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાને અને કેઈ અબૂઝ જીવને બૂઝવીને એને ઉદ્ધાર કરવાને અવસર મળતે, એ દિવસ ગૌતમસ્વામીને માટે દિવાળીના પર્વ જે આનંદભર્યો બની જતે. આજનો દિવસ એ જ હતે.
ગૌતમસ્વામી ઝડપથી પાછા ફરતા હતા. એમને હતું : જ્યારે ભગવાનના ચરણમાં પહોંચી જાઉં અને ક્યારે એમના આદેશનું પાલન ક્યની વાત એમને નિવેદિત ક! વળી, ભગવાનથી દૂર રહેવાનું તે એમને સદાય વસમું લાગતું, એટલે એમનું મન તે હંમેશાં સત્વર પ્રભુના સાંનિધ્યમાં પહોંચી જવા જ તલસતું -રહેતું ઃ ક્યારે મારા તારણહાર પ્રભુની નિશ્રામાં પહોંચી જઈને
એમનાં પાવનકારી દર્શન પામું ? '' ગૌતમ વેગથી ચાલી રહ્યા છે અને પ્રભુની પાસે સત્વર પહોંચી જવાની તીવ્ર ઝંખનામાં આજે તે ટૂંકી વાટ પણ જાણે લાંબી થઈ પડી છે! " .
અને.અને....અને, અડધે રસ્તે જ, અતિ અસહ્ય વાત એમના સાંભળવામાં આવીઃ ભગવાન મહાનિર્વાણ પામ્યાના સમાચાર ગૌતમને મળ્યા ! જાણે કમળના સુકમળ ફૂલ ઉપર વાપાત થયે હોય એમ એ ખબર સાંભળીને ગૌતમ સ્તબ્ધ અને દિમૂઢ થઈ ગયા. એમનું હેમ રેમ બેચેન અને બેહોશ બની ગયું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org