________________
૧૩૬
ગુરુ ગૌતમસ્વામી સુખ-વૈભવની લાલસા ઉપર વિજય મેળવીને, કુમાર અતિમુક્તક હંમેશને માટે ભગવાનના ભિક્ષુક સંઘમાં ભળી ગયે. .
(૧૦) ** ભગવાનના મોક્ષગામી શિષ્ય કેટલા? મોટી ઉંમર અને ચાર જ્ઞાનના ધારક હોવા છતાં ગૌતમસ્વામી ઉપવાસ જેવું બાહ્ય અને ધ્યાન જેવું આત્યંતર બંને પ્રકારનાં તપ કરતા રહેતા હતા.
એક વાર ગૌતમસ્વામી સમાધિપૂર્વના ધ્યાનમાં નિમગ્ન હતા, એ વખતે મહાશુક્ર દેવલેકના બે દે, પિતાની જિજ્ઞાસાને પૂરી કરવા, ભગવાન મહાવીર પાસે આવ્યા. તેઓએ અંતરના ભાવેલ્લાસપૂર્વક મનથી જ ભગવાનને વંદન કર્યું અને પિતાની જિજ્ઞાસા પણ મનથી જ પ્રભુને જણાવી–જાણે જ્ઞાનતિ ભગવાન પાસે વાણીને કેઈ ઉપગ નહેાતે રહ્યો ! • પ્રભુ તે ઘટ ઘટના અંતર્યામી. એમણે પણ મને મન દેવેની શંકા જાણીને એનો ખુલાસો પણ મનથી જ કરી દીધો––જાણે પ્રભુએ અને દેએ મને મન જ વાત કરી લીધી. સમાધાન મેળવીને દેવે સંતોષ પામ્યા.
ધાન પૂરું કરીને ગૌતમસ્વામી વિચારવા લાગ્યા. આ દેવે કેણ હશે અને ભગવાન પાસે શા માટે આવ્યા હશે? તેઓ આ સવાલ જવાબ મેળવવા ભગવાન પાસે ગયા ત્યારે ભગવાને એમના મનની વાત પામી જઈને કહ્યું : “ગૌતમ! તમારા પ્રશ્નને જવાબ દેવ પાસેથી જ મેળવી લ્ય.”
ગૌતમસ્વામી એ દેવે પાસે ગયા. દેવોએ કહ્યું: “હે ભગવાન! અમે મહાશુક નામે દેવકમાંથી આવ્યા છીએ. ભગવાનના કેટલા શિખે મોક્ષે જશે એ અમારી જિજ્ઞાસા હતી. સર્વજ્ઞ ભગવાને વાણીને ઉપગ ર્યા વગર મનથી જ અમને જવાબ આપ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org