________________
દેવશર્માને પ્રતિબંધ ભગવાન મહાવીરના જીવનનું ત્યારે બહેતેરમું વર્ષ ચાલતું હતું. ઉત્કટ સાધનાનાં અપાર કષ્ટો સહી સહીને અને કાળના ઘસારા પામીને કાયા હવે જાણે કાળધર્મને માટે સજજ થઈ રહી હતી. કાળના ધર્મથી–કાયાને તજીને સદાને માટે વિદાય થવાના નિયમથી –મહાત્મા કે અલ્પાત્મા, રાજા કે રંક અથવા કુંજર કે કીડી કે બચી શકતું નથીઃ વિશ્વને એ અફર નિયમ છે, અને વિશ્વરચનાનું એ સર્વમાન્ય સત્ય છે. અને આટલું જ શા માટે, મૃત્યુ છેકાળધર્મને નિયમ છે–તે દુનિયા દેજખ બનતી બચી જઈને વસવા લાયક બની રહી છે.
ભગવાનનું એ છેલ્લું (બેંતાલીસમું) માસું હતું. ભગવાન એ માસું પાવાપુરીમાં રહ્યા હતા. હસ્તિપાળ રાજાની રજજુગશાળા (કારકુનેની કચેરી)માં તેઓને ઉતારે હતે.
ત્રિકાળજ્ઞાની ભગવાને જોઈ લીધું કે હવે પિતાનું આયુષ્ય પૂર્ણ થવાને અવસર નજીકમાં જ છે અને હજી સુધી ગૌતમને પૂર્ણ આત્મસાક્ષાત્કાર–કેવળજ્ઞાન થયેલ નથી, પણ એ માટે સમય પણ પાકી ગયા છે.
એ પ્રભુપરાયણ સાધકને જાણે માળાના ૧૦૭ મણકા તે ગણુઈ ચૂક્યા છે અને માત્ર છેલા એક જ મણકા માટે સાધનાની પૂર્ણતા અને સફળતા અધૂરી રહી છે, અટકી ગઈ છે. અને એનું કારણ પણ કેવું અચરજ પમાડે એવું છે! સંસારનાં જુગજુગજૂનાં બંધનેથી કંઈક ને મુક્તિ અપાવનાર ખુદ શ્રમણ ભગવાન મહાવીર ઉપરનાં અખંડ અનુરાગ અને ભક્તિસભર રાગદષ્ટિ જ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનને રોકી રહ્યાં હતાં–જાણે મને વિહારી પક્ષીની ગતિ સાવ નજીવા કારણે રોકાઈ ગઈ હતી!
મા એવું છે. આ
ભગવાન માથી કઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org