________________
થોડાક સવાલ-જવાબ
ગૌતમસ્વામી સતત જાગ્રત જિજ્ઞાસાના અને શ્રમણ ભગવાન મહાવીરસ્વામી સર્વગ્રાહી જ્ઞાનના પ્રતીક કે પ્રતિનિધિ હતા. એમ લાગે છે કે ગૌતમ જ્યારે પણ અવકાશ મળતો કે જરા પણ. મનમાં શંકા જાગતી ત્યારે, એનું સમાધાન પિતાના મૃતાભ્યાસ, અનુભવજ્ઞાન કે વિશિષ્ટ જ્ઞાનના બળે મેળવવાને બદલે, નમ્રાતિનમ્ર બનીને, એક જિજ્ઞાસુ બાળકના જેવી સરળતાથી, ભગવાનને પ્રશ્નો પૂછતા અને ભગવાન પણ પૂર્ણ વાત્સલ્યથી એ પ્રશ્નના ઉત્તર આપતા. ગૌતમસ્વામીને મુખેથી નીકળતું “મા” સંબોધન અને પ્રભુ મહાવીરના મુખેથી નીકળેતે “વન !” શબ્દ કેવા આદર અને હેતનાં સૂચક લાગે છે !
ગૌતમસ્વામી અને મહાવીરસ્વામીએ સ્વીકારેલા સવાલજવાબની આ પદ્ધતિ, કઠણ વિષયોને પણ સુગમતાથી સમજાવવામાં એટલી ઉપયોગી સાબિત થઈ કે પછી તે કઈ પણ વિષયની સમજૂતી આપવા માટે શાસ્ત્રગ્રંથમાં એને સારા પ્રમાણમાં સ્વીકાર કરવામાં આવ્ય–ભલે પછી એ સવાલ-જવાબના કર્તા ગુરુ ગૌતમસ્વામી અને ભગવાન મહાવીર સ્વામી સ્વયં ન પણ હોય. આપણું પાંચમું અંગસૂત્ર શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ઊકે શ્રી ભગવતી સૂત્ર તે મુખ્યત્વે ગૌતમસ્વામી અને ભગવાન મહાવીરના સવાલ-જવાબથી જ ભરેલું છે, તે સુવિદિત છે.
ગૌતમસ્વામી અને ભગવાન મહાવીર વચ્ચેના સવાલ-જવાબનું ક્ષેત્ર સર્વવિષય સ્પશી કહી શકાય એટલું વ્યાપક છે. એ ત્રણ લેક, ત્રણ કાળ, ચારે ગતિ તેમ જ ચારે અનુગોને આવરી લે છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org