________________
૧૩૮
ગુરુ ગૌતમસ્વામી. ત્રિપિટકની શુદ્ધિ અને સાચવણી માટેની પહેલી સંગીતિ (વાચના) પણ રાજગૃહીના પાંચ પહાડોમાંના એક પહાડ ઉપરની એક ગુફામાં જ થઈ હતી.૧૫
રાજગૃહી નગરીને વિસ્તાર પણ ઘણું હતું અને એનાં પરાં પણ અનેક હતાં. એમાંના એક પરાનું નામ નાલંદા હતું. ત્યાં ઘણા ધનાડ્યો વસતા હોવાને કારણે એક મહાન સમૃદ્ધિશાળી સ્થાન તરકે એની ઘણી ખ્યાતિ હતી. ભગવાન મહાવીરને આ નાલંદા ઉપનગર સાથે ઘનિષ્ઠ સંબંધ હતા અને ત્યાં એમણે અનેક ચોમાસો કર્યા હતા. * વળી, તક્ષશિલા અને વિક્રમશિલા જેવું બૌદ્ધ ધર્મનું એક મહાવિદ્યાપીઠ નાલંદામાં પણ હતું એના પ્રાચીન અવશે, આખી એક વસાહત જેટલા વિપુલ પ્રમાણમાં, છેલ્લા પાંચ-છ દાયકા દરમ્યાન મળી આવ્યા છે, એટલું જ નહીં, અત્યારે ત્યાં, નવનાલંદા મહાવિહાર નામથી, બૌદ્ધ ધર્મ અને સાહિત્યના અભ્યાસ માટે, મોટું વિદ્યાધામ ફરી શરૂ થયું છે.
આ રીતે પ્રાચીન મગધ દેશના ઈતિહાસમાં નાલંદાનું સ્થાન બહુ ગૌરવભર્યું હોય એમ જાણવા મળે છે.
નાલંદાની કીર્તિગાથાને સાચવી રાખવામાં અને વધારવામાં ગુરુ ગૌતમસ્વામીએ પણ પિતાને ફાળે આપે હતું, તે આ રીતે ? જૈન આગમગ્રંથમાં અંગસૂત્રને મૌલિક લેખવામાં આવે છે; અને ભગવાન મહાવીરની પવિત્ર વાણું એમાં સચવાઈ રહી છે. અંગસૂત્રો બાર છે; એમાંનું બારમું દષ્ટિવાદ નામનું અંગ નષ્ટ થઈ ગયું છે, એટલે અત્યારે આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે અગિયાર અંગસૂત્રો ઉપલબ્ધ છે. આમાં બીજા અંગસૂત્ર “શ્રી સૂત્રકૃતાંગના “શ્રી નાલંદીય અધ્યયન'ની રચના ગણધર ગૌતમસ્વામીએ કરી હતી, એમ એ સૂત્રમાં આવતા ઉલ્લેખથી જાણું શકાય છે.૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org