________________
-૧૪૨
ગુરુ ગૌતમસ્વામી હિંસા ન કરવાનું વ્રત લે તે તે સત્ય ભાષા નથી બલતે, પરંતુ અસત્ય ભાષા બોલે છે. તે અસત્યવાદી પુરુષ સર્વ ભૂતે– પ્રાણેમાં મન-વાણી-કાયાથી કે જાતે કરવું, બીજા પાસે કરાવવું કે કરનારને અનુમતિ આપવી–એ ત્રણે પ્રકારે સંચમથી રહિત છે, વિરતિથી રહિત છે, એકાંત હિંસા કરનાર તથા એકાંત અજ્ઞ છે. પરંતુ જેને જીવ વગેરેનું જ્ઞાન છે, તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે, તે તેનું જ વ્રત સુત્રત છે, તથા તે સર્વ ભૂત -પ્રાણેમાં બધી રીતે સંયત, વિરત, પાપકર્મ વિનાને, કર્મ બંધ વિનાને, સંવરયુક્ત, એકાંત અહિંસક અને પંડિત છે.
(“શ્રી ભગવતીસાર', પૃ. ૩૦-૩૧) ભગવાને પિતાને મુખે જ્ઞાનને આટલે બધે મહિમા ગૌતમને કહી સંભળાવ્યું. તેથી જ તે “ના તો યા” એમ કહેવામાં આવ્યું છે.
(૩) ' ધર્મનું જ્ઞાન કેવી રીતે થાય?
ગૌતમહે ભગવન ! કેવળજ્ઞાની પાસેથી કે એનાં શ્રાવકશ્રાવિકા અથવા ઉપાસક-ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જીવને કેવળજ્ઞાનીએ કહેલા ધર્મનું જ્ઞાન થાય?
ભગવાન હે ગૌતમ! કઈ જીવને થાય, કેઈજીવને ન થાય. જે જીવે જ્ઞાનને આવરણ કરનાર કર્મને કંઈક અંશે ક્ષય અને કંઈક અંશે ઉપશમ કર્યો હોય, તે જીવને કેઈની પાસેથી સાંભળ્યા વિના પણ કેવલીએ કહેલા ધર્મનું જ્ઞાન થાય. પરંતુ જે જીવના જ્ઞાનાવરણીય કર્મને ક્ષય નથી કે તે જીવને કેવલી વગેરેની પાસેથી સાંભળ્યા વિના ધર્મનું જ્ઞાન ન થાય. (સમ્યગ્દર્શનની તથા પ્રવ્રજ્યાની પ્રાપ્તિ અંગે તેમ જ શુદ્ધ સંયમના પાલન અંગે પણ આ પ્રમાણે જ સમજવું)
ગૌતમ ઃ હે ભગવન ! કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના કઈ જીવ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org