________________
૧૪૪
. ગુરુ ગૌતમસ્વામી - ભગવાનની વિચારશૈલી અને પ્રરૂપણામાં કેવી વિવેકશીલતા અને વ્યવહારુતા રહેલી છે, તે આ નાના કથન ઉપરથી પણ સમજી શકાય છે.
- આરાધક અને વિરાધક - ગૌતમ : હે ભગવન ! કેટલાક અન્ય સંપ્રદાયીએ એમ કહે છે કે, શીલ જ શ્રેય છે; બીજા કહે છે કે, મૃત એટલે કે જ્ઞાન જ શ્રેય છે; અને ત્રીજા કહે છે કે અન્ય નિરપેક્ષા શીલ અને શ્રત શ્રેય છે. તે હે ભગવન્! તેમનું કહેવું બરાબર છે?
મહાવીરઃ હે ગૌતમ ! તે લેકેનું કહેવું મિથ્યા છે. મારા મત પ્રમાણે ચાર પ્રકારના પુરુષો હેાય છેઃ ૧. કેટલાક શીલ-. સંપન્ન છે, પણ શ્રતસંપન્ન નથી. ૨. કેટલાક શ્રતસંપન્ન છે, પણ શીલસંપન્ન નથી. ૩. કેટલાક શીલસંપન્ન છે અને શ્રતસંપન્ન પણ છે. જ્યારે ૪. કેટલાક શીલસંપન્ન નથી તેમ શ્રતસંપન પણ નથી. તેમાં જે પ્રથમ પ્રકારને પુરુષ છે, તે શીલવાના છે પણ શ્રતવાન નથી. તે ઉપરત (પાપાદિથી નિવૃત્ત) છે, પણ ધર્મને જાણતા નથી. તે પુરુષ અંશતઃ આરાધક છે. બીજે. પુરુષ શીલવાળે નથી પણ શ્રુતવાળે છે. તે પુરુષ અનુપરત (પાપથી અનિવૃત્ત) છતાં ધર્મને જાણે છે. તે પુરુષ અંશતઃ વિરાધક છે. ત્રીજો પુરુષ શીલવાળે છે અને મુતવાળ પણ છે. તે (પાપથી) ઉપરત છે અને ધર્મને જાણે છે. તે સર્વાશે આરાધક છે. અને જે પુરુષ છે, તે શીલથી અને શ્રતથી રહિત છે. તે પાપથી ઉપરત નથી, અને ધર્મથી અજ્ઞાત છે. તે પુરુષ સવશે વિરાધક છે. (આરાધક એટલે આસ્તિક, ધમી, અને વિરાધક એટલે નાસ્તિક, વિધમી)
(“શ્રી ભગવતીસાર', પૃ. ૩૧) રથનાં બે પૈડાની જેમ જ્ઞાન અને ચારિત્ર બન્નેના સમાન આદર અને વિકાસ વગર આત્મસાધના સફળ ન થઈ શકે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે “જ્ઞાનયિાખ્યાં મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org