________________
૧૩૪
ગુરુ ગૌતમસ્વામી આપનાર માણસને પૂજ્ય બુદ્ધિથી આદર-સત્કાર કરે ઘટે, કેઈ મંગલકારી દેવ કે દેવમંદિરની જેમ એમની ઉપાસના કરવી ઘટે.”
ગૌતમસ્વામીના લાગણીભર્યા શબ્દો નિગ્રંથ ઉદક પેઢાલપુત્રના અંતરને સ્પર્શી ગયા. એમણે વિનમ્રતા ધારણ કરીને કહ્યું : “આયુમન ગૌતમ! મને કોઈએ અત્યાર સુધી આ વાત સમજાવી નથી. આવા શબ્દો મેં કોઈની પાસેથી સાંભળ્યા નથી. તેથી હું એ પ્રમાણે વર્યો નથી. પણ હવે મને આપનું કહેવું સાચું લાગે છે. આપના શબ્દોને હું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શિરે ચઢાવું છું. મારે આપની નિગ્રંથ સંઘમાં સ્વીકાર કરે.”
અને ઉદક પઢાલપુત્ર ભગવાન પાર્શ્વનાથની પરંપરામાંથી ભગવાન મહાવીરની પરંપરામાં પ્રવેશી ગયા.
ગૌતમસ્વામીને મમતાભર્યો ઉપદેશ અને મીઠો ઠપકે સફળ થયા.
તીષશાસ્ત્રની વાત ° ભગવાન મહાવીર એગણચાલીસમું ચોમાસું મિથિલા નગરીમાં રહ્યા હતા. આ વખતે ગૌતમસ્વામીએ સૂર્ય, ચંદ્ર વગેરેના સ્વરૂપ, એમની ગતિ, એમની સંખ્યા, એમની સ્થિતિ, એમના કાર્ય વગેરેને લગતા સંખ્યાબંધ પ્રશ્નો પૂછીને આકાશમંડળમાં બિરાજતા જ્યોતિશ્ચકૂ સંબંધી જ્ઞાન મેળવ્યું. ભગવાને પણ આ પ્રશ્નોના એવા વિસ્તૃત જવાબ આપ્યા કે એના ઉપરથી સૂર્યોપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ જેવા આગમગ્રંથની રચના થઈ. - સતેર વર્ષ જેટલી મોટી ઉંમરે પણ ગૌતમસ્વામીની જિજ્ઞાસા કેટલી ઉત્કટ હતી અને સર્વજ્ઞ ભગવાન પાસેથી એને ખુલાસે મેળવવા તેઓ હમેશાં કેવા તત્પર રહેતા, તે આ ઉપરથી પણ જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org