________________
કેટલાક પ્રસંગે
૧૩૫
બાળ અતિમુક્તક ક્યારેક ભગવાન મહાવીર વિચરતા વિચરતા પિલાસપુરના શ્રીવન ઉદ્યાનમાં પધાર્યા. એક દિવસ બે પ્રહર દિવસ વીતી ગયો અને ગોચરીની વેળા થઈ એટલે ગૌતમસ્વામી ભિક્ષા માટે નગરમાં નીકળ્યા.
નગરમાં એક ઇંદ્રનું મંદિર હતું. ત્યાં છોકરાઓ રમતા હતા. એમાં એક અતિમુક્તક નામે કુમાર હિતે. ગૌતમસ્વામીને જોઈ એને કુતૂહલ થયું. એ રમવાનું મૂકીને એમની પાસે દોડી આ અને પૂછવા લાગેઃ “આપ કોણ છે? અને આ પ્રમાણે શા માટે ફરે છે?”
ગૌતમસ્વામીએ વહાલપૂર્વક કહ્યું : “અમે નિગ્રંથ સાધુઓ છીએ, તપ અને સંયમનું પાલન કરીએ છીએ; અને નાનાં-મોટાં -મધ્યમ કુળમાં ભિક્ષા કરીને નિર્દોષ આહર-પાણી મેળવીને અમારી સંયમયાત્રાને નિર્વાહ કરીએ છીએ.”
અતિમુક્તકના મનમાં જાણે ગૌતમસ્વામી વસી ગયા. ઉંમર નાની અને સમજણ ઓછી હતી, પણ ગૌતમસ્વામીને જોઈને, જાણે કેઈ અદ્ભુત સંગ મને હેય એમ, એનું ચિત્ત રાજી રાજી થઈ ગયું. અને એ એમની આંગળી પકડીને એમને પિતાને ઘેર ભિક્ષા માટે લઈ ગયે. અને જ્યારે ગૌતમસ્વામી ભિક્ષા લઈને પાછા ફરવા લાગ્યા ત્યારે શ્રમણ ભગવાનના દર્શન માટે બાળક અતિમુક્તક પણ એમની સાથે ગયે.
ગૌતમસ્વામી જેવા આંતરબાહ્ય શુદ્ધ ગુરુને થોડોક પણ રસંગ પામી અને ભગવાન મહાવીરનાં દર્શન કરી અને એમની વાણી સાંભળી અતિમુક્તકના અંતરમાં અજવાળાં પથરાઈ ગયાં. પિતાની ધર્મભાવનાભરી દઢતાથી માતા-પિતાની અનુમતિ લઈને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org