________________
કેટલાક પ્રસંગે
૧૩૩ હતી કે આવા દીવા જેવાં ચેખા દોષને ઈનકાર કઈ રીતે થઈ શકવાને નથી.
ગૌતમસ્વામી તે જય-પરાજયના આવેશથી સર્વથા મુક્ત હતા. એમણે શાંતિ અને સ્વસ્થતાથી એ નિર્ચથની વાત સાંભળી; અને સમભાવપૂર્વક સત્ય સમજાવવા માટે, અનેક દાખલાઓ આપીને, ભગવાન મહાવીરના નિર્ચના કથનમાં રહેલ દોષરહિતપણુનું દર્શન કરાવ્યું. પરિણામે નિગ્રંથ પેઢાલપુત્રને પોતાના વિચારમાં રહેલ ખામીને ખ્યાલ આવ્યું અને બીજાને પરાજિત કરવાની એની ઈચ્છા સફળ ન થઈ. ગૌતમસ્વામીએ સમજાવેલ વાતની સામે કંઈ કહી શકાય એમ તે હતું જ નહીં, છતાં એનું અંતર કંઈક પરાજયની બેચેની અનુભવી રહ્યું.
- જ્ઞાની ગૌતમસ્વામી એના અંતરના આ ડંખને જાણે પામી ગયા એમ એને હેતભરી શિખામણ આપતાં બોલ્યા: “હે આયુશ્મન ! જે મનુષ્ય પાપકર્મથી મુક્ત થવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રાપ્ત કરીને પણ કેઈ શ્રમણ-બ્રાહ્મણની નિંદા-કૂથલી કરે છે તે, ભલે ને પોતાની જાતને એમને મિત્ર માને તેપણ, પિતાને ચરલેક બગાડે છે.”
પેઢાલપુત્ર મૂંગા મૂંગા ગૌતમસ્વામીની વાતને સાંભળી રહ્યા અને પછી ગૌતમસ્વામી તરફ કશે વિનય-વિવેક દાખવ્યા વગર ત્યાંથી ઊઠીને ચાલવા લાગ્યા.
ગૌતમસ્વામીએ જોયું કે પેઢાલપુત્રનું અંતર આવી શિખામણ પછી પણ જાગ્યું નહીં અને એ માટે કંઈક વધારે પ્રયત્ન કરે જરૂરી છે, એટલે એમણે એને જતે રેકીને, જાણે મમતાભ મીઠો ઠપકે આપતા હોય એમ, લાગણીપૂર્વક કહ્યું: “હે આયુશ્મન ઉદક! કેઈશિષ્ટ શ્રમણ કે બ્રાહ્મણના મુખેથી એકાદ ધર્મવાક્ય પણ સાંભળવા કે શીખવા મળ્યું હોય તે માનવું કે એમણે મને સાચો માર્ગ સમજાવ્યું; અને એમ સમજીને એ ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org