________________
૧૩૨
ગુરુ ગૌતમસ્વામી
હેતભરી શિખામણ અને મીઠે ઠપકે - રાજગૃહના એક પરાનું નામ નાલંદાવાસ હતું, અને એનું એક ઉપવન હસ્તિથામ નામે હતું. એમાં મેતાર્યા ગોત્રના ઉદક પેઢાલપુત્ર નામે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના એક નિગ્રંથ રહેતા હતા. એક વાર ગણધર ગૌતમસ્વામી ત્યાં પધાર્યા.
એ સમયે કુમારપુત્ર નામના ભગવાન મહાવીરની પરંપરાના શ્રમણ નિJથે ઠેર ઠેર વિચરતા અને શ્રાવકેને વ્રત લેવરાવતી વખતે સ્થૂળ અહિંસાવ્રતના પાલન માટે આ પ્રમાણે નિયમ કરાવતા ઃ “બીજાઓની–રાજા વગેરેની–અળજબરીને કારણે કઈ ગૃહસ્થ કે ચેરને બંધનમાં નાખવારૂપ હાલતા-ચાલતા જીની એટલે કે ત્રસ જીવેની હિંસાને બાદ કરતાં, અને બધી હિંસાથી બચી શકાતું ન હોય તે બને તેટલી–ડી પણ–હિંસાથી બચી શકાય એવી ભાવનાથી પ્રેરાઈને, હું હાલતા-ચાલતા ત્રસ જીવેની. હિંસા નહીં કરું.”
ઉદક પઢાલપુત્ર નિગ્રંથને, ભગવાન મહાવીરના મતના શ્રમણ નિર્ચ દ્વારા શ્રમણોપાસકેને કરાવવામાં આવતી હિંસાત્યાગની આ પ્રતિજ્ઞામાં દેષ લાગતું હતું. પેઢાલ પુત્ર તર્કશીલ અને બુદ્ધિશાળી નિગ્રંથ હતા, એટલે એમને હતું કે કયારેક ભગવાન મહાવીરના કેઈ સમર્થ નિગ્રંથની સાથે વાત કરવાને અવસર મળશે ત્યારે પોતે એમને પોતાની વાત સમજાવીને એમની વાતમાં રહેલે દોષ બતાવી શકશે. તેઓ આવા અવસરની રાહ જ જોઈ રહ્યા હતા.
જ્યારે એમણે જાણ્યું કે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામી પોતાના સ્થાનમાં આવ્યા છે, ત્યારે પેઢાલપુત્રે એમની પાસે આવીને એમના તીર્થના શ્રમણની શ્રાવકે માટેની સ્થળ અહિંસાની પ્રતિજ્ઞામાં રહેલ દોષની વાત કરી. પેઢાલપુત્રને ખાતરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org