________________
સત્ય પામ્યાને આનૐ
૧૧૯
જ
એ જ સમયે શ્રમણ ભગવાન મહાવીર પેાતાના સઘ સાથે વાણિજ્યગ્રામમાં પધાર્યા અને દૃઇપલાસય ચૈત્યમાં એમણે ઉતારા કર્યાં.
એક દિવસ ગુરુ ગૌતમસ્વામીને એ ઉપવાસનું પારણું હતું. નિર્દોષ ભિક્ષા લેવા તે ત્રીજા પ્રતુરે નગરમાં ગયા. ભિક્ષા લઈ ને તેઓ પાછા ફરતા હતા, ત્યારે એમણે શ્રમણે પાસક આનંદના મરણુ સુધીના અનશનની વાત સાંભળી.
ગૌતમસ્વામીને આત્મા તે ભારે હતા. વળી, એમની દૃષ્ટિ ગુણગ્રાહક અને એમણે વિચાર્યું": આવું ઉત્કટ તપ કરનાર એમને શાતા પૃથ્વી ઉચિત છે. અને તેએ આનંદ પાસે પહોંચી ગયા.
સંવેદનશીલ આત્મા ધમ પ્રશંસક હતી. ધર્માત્માને મળીને એ પૌષધશાળામાં
ભગવાન મહાવીરના પ્રથમ ગણધરને પેાતાની પાસે પધારેલા જોઈ આનંદના `ને અવધિ ન રહી. એમનુ રામ રામ ઉલ્લસિત ખની ગયું. એમણે ગૌતમસ્વામીને ભાવપૂર્ણાંક વંદન કર્યું. અને વિનતિ કરી ઃ ૮ ભગવાન ! ઊભે થઈ ને આપને નમસ્કાર કરીને આપની ચરણરજ મસ્તકે ચડાવી શકુ એવી હવે . મારી શક્તિ નથી. આપ કૃપા કરી મારી નજીક પધારા, એટલે હું મારી ભાવના પૂરી કરી શકું.”
ગૌતમસ્વામીએ આનદની ભાવના પૂરી કરી. પછી આન દે પેાતાને થયેલ અવધિજ્ઞાનની વિગત કહી અને ગૃહસ્થને આટલું વિશાળ અવધિજ્ઞાન થાય કે કેમ એ પૂછ્યું.
ગૌતમસ્વામીએ કહ્યું: “ગૃહસ્થને અવધિજ્ઞાન તેા થાય, પણ તમે કહેા છે એટલુ વ્યાપક અવધિજ્ઞાન ન થાય. આનંદ ! તમે કહેવામાં ભૂલ કરી, તમારી વાત મિથ્યા છે. માટે એ ભૂલનુ તમારે પ્રાયશ્ચિત્ત લેવું ઘટે; એ માટે “ મિચ્છા મિ દુક્કડં, '' આપવા ઘટે. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org