________________
ચર ગૌતમસ્વામી સંબંધની માયા-મમતા-આસક્તિથી દિવસે દિવસે વધુ ને વધુ દૂર થતા ગયા. દેહનું કષ્ટ આત્માને સુખકારક બનતું હોય તે પછી દેહની આળપંપાળ શી કરવી? એનાથી તે બને તેટલે આત્મસાધનાને લાભ મેળવ્યે જ સારે!
આવા વૈરાગ્યભાવથી પ્રેરાઈને એક દિવસ આનંદ શ્રાવકે પિતાના ઘરને, કુટુંબને અને વ્યવહારને બધે ભાર પિતાના મોટા પુત્રને સોંપી દીધું અને પિતાનું બાકીનું જીવન કેવળ ધર્મની ઉપાસનામાં જ વિતાવવા માટે તેઓ કલાક સંનિવેશની પૌષધશાળામાં જઈને રહ્યા અને અનેક જાતની તપસ્યાઓથી પિતાના આત્માને વધુ ને વધુ નિર્મળ બનાવવા લાગ્યા; એમણે સાધુજીવનને વેશ ભલે નહોતે ધારણ કર્યો, પણ એમને આત્મા. સાધુતાના રંગે વધુ ને વધુ રંગાતે જતે હતે.
અને, જાણે અંતિમ સાધના માટે પિતાની કાયાને ઉપગ કરી લેવાનું હોય એમ, તપસ્વી આનંદે મરણ પર્યંતના અનશન જેવા અતિ ઉગ્ર તપને સ્વીકાર કર્યો. આત્માની અમરતા અને દેહની નશ્વરતા હવે એમને બરાબર સમજાઈ ગઈ હતી.
આવી આકરી તપસ્યાના કષ્ટને અદીન ભાવે સહન કરતાં કરતાં, સૂર્યના તાપથી કમળ ખીલી ઊઠે એમ, એમની વિશુદ્ધ ચિત્તવૃત્તિઓ જાગી ઊઠી, એમનાં કર્મોને મેલ એ છે થવા લાગે અને એક ગૃહસ્થસાધકને થઈ શકે એના કરતાં વધુ વિસ્તારને સ્પર્શતા અવધિજ્ઞાનને એમને લાભ થયે–સાચી સાધુતાના પ્રકાશથી પ્રકાશી ઊઠેલ આત્મભાવનો જ એ પ્રતાપ હતા.
તપ તે મરણ પછી જ પૂરું થાય એવું આકરું હતું, પણ આનંદને આત્મા સાધનાને બળે એના શેક અને દુઃખથી પર બનતો જાતે હતો
આખા નગરમાં આનંદ ગૃહપતિની અંતિમ સાધનાની વાત પ્રસરી ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org