________________
કેટલાક પ્રસંગો
(૧).
પુદ્ગલ પરિવ્રાજક શ્રમણ ભગવાન મહાવીરે સત્તરમું ચોમાસું વાણિજ્યગ્રામમાં કર્યું. તે પછી ભગવાન, વિચરતા વિચરતા, પિતાના સંઘ સાથે, આલભિકા નગરીમાં પધાર્યા.
આલલિકા નગરીના શંખવન ચૈત્યમાં એક તપસ્વી પરિવ્રાજક રહેતા હતા. એમનું નામ પુદ્ગલ (પિગ્નલ) હતું. એ બ્રાહ્મણ શાના મેટા પંડિત હતા અને જીવનસાધના માટે બે ઉપવાસને પારણે બે ઉપવાસની તપસ્યા કરતા હતા તેમ જ સૂર્યની સામે ઊભા રહીને ઉગ્ર તાપમાં એકાગ્રતાથી આતાપના લેતા હતા. એમની આ સાધના એક દિવસ સફળ થઈ અને બ્રહ્મલેક સુધીના દેવકનું એમને જ્ઞાન થયું.
એમને આટલું જ્ઞાન તે સાચું થયું હતું પણ, પૂર્ણ જ્ઞાનના હિસાબે, એ ઘણું અધૂરું હતું. અને પિતાના આ અધૂરા જ્ઞાનને પૂરું માનીને તેઓ લેકોને એ પ્રમાણે કહેવા. –સમજાવવા લાગ્યા હતા.
એક દિવસ ગુરુ ગૌતમસ્વામી એ નગરીમાં ભિક્ષા લેવા નીકળ્યા. એમણે લેકેના મેઢેથી પુદ્ગલ પરિવ્રાજકના જ્ઞાનની વાત જાણી. તેઓને થયું: આવા સરળ પરિણામી આત્મસાધકને આવી ભૂલમાંથી ઉગારીને સાચે રસ્તે દોરી જવા જોઈએ. પણ ગૌતમને ભગવાન ઉપર અનન્ય શ્રદ્ધા, એટલે એમણે વિચાર્યું : આવા જવેના સાચા ઉદ્ધારક તે ભગવાન જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org