________________
ગુરુ ગૌતમસ્વામી આવા ગભીર પ્રસંગથી પશુ રેવતીનું મન ન પલળ્યું. એ તા, કસાઈના જેવી કઠોરતા ધારણ કરીને, તપસ્વી મહાશતક પાસે પહોંચી ગઈ અને અશ્લીલ શબ્દો અને અશિષ્ટ ચેનચાળાથી એમની સાધનામાં ભંગ પાડવા પ્રયત્ન કરવા લાગી.
મહાશતક આ બધું આંતરિક મળ, વીય અને પરાક્રમથી સહન કરી રહ્યા અને પેાતાની છેલ્લી સાધનામાં ઊભા થયેલ વિઘ્નને ટાળવાના પુરુષા કરતા રહ્યા. પણ રેવતીના ચેનચાળાએ માજા મૂકી એટલે મહાશતક પણ છેવટે, પેાતાની સાધનાના મા થી જરાક ચલિત થઈ ને, આવેશમાં આવી ગયા.
અને એ આવેશમાં ને આવેશમાં, આવી ઉત્કટ સાધનાને લીધે પેાતાને પ્રગટેલ વિશિષ્ટ જ્ઞાનથી વસ્તુસ્થિતિને જાણીને, એમણે રેવતીને એના ભયંકર ભાવીની—એની ભાવી નરકગતિની કડવી વાત સભળાવી દીધી.
૧૨૬
પેાતાના હાથ હેઠા પડયા જાણીને રેવતી તેા ત્યાંથી ચાલી ગઈ પણુ, ચંદ્ર ઉપરના રાહુના પડછાયાની જેમ, મહાશતકની સાધનાને દૂષિત કરતી ગઈ !
એ વખતે, ભગવાન મહાવીર એકવીસમું' ચામાસું વાણિજ્યગ્રામમાં વિતાવીને વિચરતા વિચરતા રાજગૃહીમાં પધાર્યાં. એમણે જોયુ કે, થેાડીક ભૂલને કારણે, એક ઉત્તમ જીવની કુંદન જેવી સાધનામાં કથિની રેખાઓ ભળી રહી છે.
ભગવાન તેા કરુણાના સાગર. એમણે ગૌતમને ખેલાવીને મહાશતકની વાત કરી અને આદેશ કર્યોં : “ ગૌતમ ! મહાશતકને જઈને કહેા કે મરણ સુધીનું અનશન સ્વીકારનાર શ્રમણેાપાસક કોઈને સાચુ છતાં અપ્રિય અને કડવું વચન કહે કે ક્રોધને વશ થાય તે એથી એની સાધના દૂષિત થાય છે. માટે તમારે રેવતીને કહેલાં કડવાં વચનેનું પાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું ઘટે.”
ગૌતમસ્વામીએ સત્વર મહાશતક પાસે જઈ ને એમને ભગવાનના સદેશે કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org