________________
બે સંતેનું મિલન
કેશીકુમાર: હે ગૌતમ! હૃદયમાં છુપાયેલે કેઈક સર્વનાશી અગ્નિ આત્માનાં સુખ-શાંતિને ભસ્મ કરતે સતત બળ્યા કરતે હોય એમ લાગે છે. એ અગ્નિ કર્યો અને એ કેવી રીતે શાંત થઈ શકે?
ગૌતમઃ હે મહામુનિ! એ અગ્નિ એટલે જીવ સાથે અનાદિકાળથી જડાયેલા કવા. જ્ઞાન (શાસ્ત્રાભ્યાસ), શીલ અને તપની જલધારાથી એ અગ્નિ શાંત થઈ જાય છે. કષા શાંત થાય એટલે ચિત્તને સંતાપ શાંત થઈ જાય છે અને, એમ થાય છે. એટલે, આંતરિક સુખ-શાંતિનાં પુષ્પ ખીલી ઊઠે છે.
કેશીકુમાર : મનને ઘડે છેટે માગે ખેંચી જઈને સાધકને પણ પછાડી દે એ તેફાની અને બેકાબૂ હોય છે. એના ઉપર કાબૂ કેવી રીતે મેળવી શકાય ?
ગૌતમઃ મનરૂપી તેફાની ઘેડાને થતજ્ઞાન (શાસ્ત્રાભ્યાસ)ની લગામથી કાબૂમાં લઈને ધર્માચરણમાં પળેટવાથી એનાં તોફાને શમી જાય છે.
કેશીકુમાર ઃ આ સંસારમાં ખોટા રસ્તાઓ ઘણું છે, અને તે આત્માને ખોટે રસ્તે ધકેલી દે છે. હે ગૌતમ ! એવા ખોટા માર્ગોથી આપ આપની જાતને કેવી રીતે બચાવી લે છે !
ગૌતમઃ જિનેશ્વરોએ બતાવે માર્ગ એ સાચે છે અને બીજા પાખંડીઓએ દર્શાવેલા કે આપમતિથી નક્કી કરેલા માર્ગે ખોટા છે, અને તે જીવને ઊંધી દિશામાં દોરી જાય છે. જિનપ્રવચનને શ્રદ્ધાપૂર્વક અનુસરીને હું એવા બેટા માર્ગેથી મારી જાતને બચાવી લઉં છું.
કેશીકુમાર : હે ગૌતમ : ઘડપણ અને મરણના વેગવાન પ્રવાહમાં તણાઈ જતાં કેણ બચાવી શકે છે?
ગૌતમ જે જીવને ધર્મ નામના દ્વીપનું અવલંબન મળે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org