________________
ગુ, ગૌતમસ્વામી આવા વિનાશકારી પ્રવાહમાંથી બચી શકે છે; ધર્મ જ સાચું શરણુ અને તરવાને સારો ઉપાય છે.
કેશીકુમાર ઃ હે ગૌતમ : એક મહાપ્રવાહમાં એક હેડી ચારેકેર ખેંચાઈ રહી છે. આપ એમાં બેઠા છે. એ હડી આપને ડુબાડવાને બદલે હેમખેમ પાર કેવી રીતે ઉતારે?
ગૌતમ : કાણું હેડી ડુબાડયા વગર ન રહે, કાણુ વગરની સાબૂત હોડી જ પાર પહોંચાડી શકે. આ માનવદેહ એ હેડી છે. જીવ એને નાવિક છે. અને સંસાર એ સમુદ્ર છે. મહર્ષિએ આ હેડીથી સંસારને પાર પામે છે.
કેશકુમાર : આ અખિલ વિશ્વના ખૂણે ખૂણામાં પ્રકાશ ફેલાવતે સૂર્ય કે?
ગૌતમ : જિન–સર્વજ્ઞરૂપી સૂર્ય આંતર-બાહ્ય વિશ્વમાં અજવાળાં પાથરે છે.
કેશીકુમાર: હે ગૌતમ! જ્યાં ઘડપણુ-મરણનું દુઃખ ન હોય એવું આધિ-વ્યાધિ-ઉપાધિ વગરનું સ્થાન કયું છે?
ગૌતમ ઃ એ સ્થાન લેકના અગ્રભાગ ઉપર આવેલું છે. ત્યાં પહોંચવું બહુ જ મુશ્કેલ છે, પણ પહોંચ્યા પછી શાશ્વત અને અવ્યાબાધ સુખ મળે છે.
ગૌતમસ્વામીની સૌમ્ય અને સત્યથી પવિત્ર થયેલી વાણું સાંભળીને કેશીકુમાર શ્રમણ, એમની શિષ્ય પરંપરા અને સર્વ શ્રેતાઓના સંશ છેદાઈ ગયા અને સૌનાં અંતરમાં સત્યને સૂર્ય પ્રકાશી રહ્યો.
સત્ય સમજાઈ ગયું એટલે સંત પુરુષને એને સ્વીકાર કરતાં શી વાર? ગૌતમસ્વામીની વાણી સાંભળીને કેશીકુમાર શ્રમણ અને એમના શિષ્યાએ ભગવાન મહાવીરના પ્રતિક્રમણ અને પાંચ મહાવ્રતવાળા ધર્મને સ્વીકાર કર્યો.
બે સંતનું આ મિલન એક જ ધર્મની બે પરંપરાઓના સંગમરૂપે ધર્મસંઘના ઈતિહાસમાં અમર બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org