________________
૧૦૦
ગુરુ ગૌતમસ્વામી . ભગવાનના શાસનને વિસ્તાર અને પ્રભાવ વધતે જોઈને ગૌતમસ્વામી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. પ્રભુશાસનને મહિમા એમને જીવ જે વહાલે હતો.
પછી સાલ, મહાસાલ, પિઠર, યશેમતી અને ગાગલી એ પાંચે ત્યાગીઓએ ગુરુ ગૌતમ સાથે, ભગવાન મહાવીરના ચરણોમાં પહોંચી જવા, ચંપા નગરી તરફ વિહાર કર્યો.
પાંચે આત્મસાધકો આજે ઉલ્લાસમાં હતા, અને ચંપાની દિશામાં પગલાં માંડતાં માંડતાં તેઓ આત્મસાધનાનું એક એક પગથિયું ઝડપથી ઉપર ચડતા જતા હતા. એ પાંચે આત્માઓમાં આજે આત્મશુદ્ધિને અપૂર્વ વિલાસ જાગી ઊઠ હતે. બધાયને આત્મા પૂરે અંતર્મુખ બનીને મહાવીરમય બની ગયે હતે. અને ચાલતાં ચાલતાં જ એ પાંચે પવિત્ર આત્માઓની સાધના સફળ થઈ અને પાચેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એમના આત્માઓમાં લેકાલેકને પ્રકાશ ઝળકી રહ્યો.
ગુરુ ગૌતમ તે પિતાના અને પ્રભુના ધ્યાનમાં જ એકચિત્ત હતા. પિતાના પાંચે સાથીઓ સાવ અલ્પ કાળમાં કેવી સિદ્ધિને પામી ગયા અને એમને ખ્યાલ ન હતો.
બધાં સમવસરણમાં પહોંચ્યાં ત્યારે ગૌતમસ્વામીએ એમને પ્રભુને વંદન કરવા કહ્યું. સર્વજ્ઞ પ્રભુએ કહ્યું: “ગૌતમ! કેવળજ્ઞાનીની આશાતના ન કરે !”
પિતાના આત્માને દેષથી મુક્ત કરવા ગૌતમસ્વામીએ તરત જ નવા કેવળજ્ઞાનીઓને વિછા મિ દુરું કહીને એમની ક્ષમા માગી.
પોતે પ્રતિબોધેલ આત્માઓને આટલે વહેલે વિસ્તાર થયે જાણી ગૌતમ આનંદ અનુભવી રહ્યા. પણ બીજી જ પળે તેઓના અંતરમાં ઊંડી વેદના જાગી ઊઠીઃ મારા પ્રતિબોધ પમાડેલા તરી ગયા અને હું હજી એ ને એ જ રહ્યો! શું મને કેવળજ્ઞાન અને મોક્ષ આ ભવે નહીં મળે ?
ગુરુ ગૌતમની આ વેદનાની પાછળ મેક્ષ મેળવવાની ઉત્કટ ઝંખના ડોકિયાં કરતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org