________________
૧૦૨
ગુરુ ગૌતમસ્વામી મ જ સર્વત્ર નિઃસ્પૃહે મુનિસત્તા ગૌતમસ્વામીની આ ભૂમિકાની આડે જાણે કેઈ પાતળું પડ આવી ગયું હતું અને એમની કાર્યસિદ્ધિને વિલંબમાં નાખી રહ્યું હતું.
આ વિલંબ જ એમને જાણે અસહ્ય બની ગયે હતે. તેમાંય સાલ, મહાસાલ, ગાગલી વગેરેના કેવળજ્ઞાન પછી એમનું અંતર કંઈક વિષાદમય બની ગયું હતું. અલબત્ત, આ વિષાદ અંતરની શાંતિ અને સ્વસ્થતામાં તે ભંગ ન પાડી શકતો, પણ એમને ક્યારેક ક્યારેક થઈ આવતું કે પોતાનો મોક્ષ આ ભવે જ થવાનું છે, એની ખાતરી કઈ રીતે મળે તે નિરાંત! ગૌતમસ્વામી આવા અવસરની રાહ જોતા હતા.
એક દિવસ, ગૌતમસ્વામી ક્યાંક બીજે ગયા હતા ત્યારે, ભગવાન મહાવીરે પોતાની ધર્મદેશનામાં અષ્ટાપદ પર્વતને મહિમા વર્ણવતાં કહ્યું હતું કે “જે સાધક પોતાની લબ્ધિના બળે અષ્ટાપદ ઉપર જઈ ત્યાં રહેલાં જિનબિંબને વંદના કરી, એક રાત્રિ ત્યાં રહે છે તે, મોક્ષને અધિકારી બનીને, તે જ ભવમાં મોક્ષને પામે છે.”
બહારથી પાછા ફરતાં ગૌતમસ્વામીએ દેવેના મુખથી આ વાત જાણ; અને એમનું ચિત્ત કંઈક નિરાંત અનુભવી રહ્યું : છેવટે આ ભવે જ મોક્ષ મળે એની ખાતરી મેળવવાને ઉપાય મળે ખરે! સર્વજ્ઞ ભગવાનની વાણી એટલે સે ટચનું સેનું, એમાં શંકાને સ્થાન જ ન હોય.
પછી ગૌતમે ભગવાન મહાવીર પાસે જઈને અષ્ટાપદની યાત્રાની અનુમતિ માગી. ભગવાન ગૌતમની મોક્ષ માટેની ઝંખના સમજતા હતા. આ યાત્રા મેટા લાભનું કારણ બનવાની છે, એમ જાણીને ભગવાને ગૌતમને અનુમતિ આપી. ગૌતમ હર્ષ પુલકિત થઈ અષ્ટાપદની યાત્રા માટે રવાના થયા. .. “
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org