________________
સાચું સુનિપણું
૧૧૧ ગુરુની ધર્મવાણી સાંભળીને વૈશ્રમણ દેવ મનમાં હસીને વિચારી રહ્યોઃ ક્યાં આ ગુરુએ કરેલું મુનિઓના શરીરનું વર્ણન, અને ક્યાં આ ગુરુનું હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી શરીર ! આવી સુકુમાર કાયા તે દેવેને પણ નથી હોતી! તે શું તેઓ પિતે વર્ણવેલ મુનિ ધર્મનું પાલન કરતા હશે કે માત્ર બીજાઓને ઉપદેશ આપવાની (વેકેશે પરિચંની) જ કુશળતા બતાવીને પોતે એ ધર્મના પાલનમાં બેદરકાર રહેતા હશે ?
મનના ભાવના જાણકાર ગુરુ ગૌતમ વગર કો જ વૈશ્રમણ દેવની શંકાને પામી ગયા. અને એનું નિવારણ કરવા માટે ૫ર્ષદાને ઉદ્દેશીને બેલ્યાઃ
દેવાનુપ્રિયે! દુર્બલ શરીર એ કંઈ મુનિપણાનું– ભાવમુનિ પણાનું (સાચા મુનિપણાનું) અને ભરાવદાર શરીર એ કંઈ સાચા મુનિપણના અભાવનું સૂચક હોતું નથી. પણ શુભ ધ્યાન વડે આત્મનિગ્રહ માટે પુરુષાર્થ એ જ સાચા મુનિપણાનું પ્રમાણ છે. આ માટે એક કથાનક સાંભળે.” એમ કહીને ગૌતમસ્વામીએ આ પ્રમાણે એક કથા કહી–
પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરિગિણ નામની નગરી હતી. ત્યાં મહાપદ્મ નામે રાજા રાજ્ય કરતે હતે. એની રાણીનું નામ પદ્માવતી હતું. એમને પુંડરીક અને કંડરીક નામે બે પુત્ર હતા. મેટો પુત્ર પુંડરીક યુવરાજ હતે.
એક વાર એ નગરના નલિનીવન ઉદ્યાનમાં ધર્મની પ્રભાવના કરનારા સ્થવિરે પધાર્યા. એમને ધર્મોપદેશ સાંભળીને મહાપદ્મરાજાને વૈરાગ્ય થયું. એમણે પુંડરીકને રાજા બનાવીને અને કંડરીકને યુવરાજપદે સ્થાપીને પિતે ત્યાગધર્મને સ્વીકાર કર્યો. પુંડરીક અને કંડરીક બને ભાઈઓ સારી રીતે પ્રજાનું પાલન કરવા લાગ્યા. - ક્યારેક કેટલાક શ્રમણભગવંતે એ નગરીમાં આવ્યા, એટલે રાજા અને યુવરાજ બન્ને ભાઈ એમનાં દર્શન કરવા અને એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org