________________
સાચું મુનિપણું
૧૧૩ એક્તમ સારું થયું, એટલે આચાર્ય અને અન્ય મુનિવરે, પિતાના સાધુધર્મના આચાર પ્રમાણે, ત્યાંથી વિહાર કરી ગયા, પણ મુનિ કંડરીકનું મન આવી સુખ-ચેનની જિંદગી અને મનગમતાં આહારપાણી તજીને બીજે જવા તૈયાર ન થયું ! એક કાળે મુનિધર્મની સાધના માટે કાયાને જર્જરિત કરવામાં ધન્યતા માનનાર મુનિ કાયાની માયામાં એવા સપડાઈ ગયા કે હવે એમને સાધુધર્મ તરફ અણગમે થઈ આવ્યો !
પંડરીકને આ વાત સમજતાં વાર ન લાગી. એને થયું મારે ભાઈ લાખેણું રત્ન જેવા ચારિત્રથી આજે ભ્રષ્ટ થવા, તૈયાર થયે છે, એને ગમે તે રીતે વાર જઈએ. પણ એણે, નિંદા કે આવેશને આશ્રય ન લેતાં, કળથી કામ લીધું. મુનિ કંડરીક આગળ વારંવાર પિતાની સંસારવાસનાની નિંદા અને મુનિપણાની સ્તુતિ કરી કરીને એણે એવું વાતાવરણ ઊભું કર્યું કે છેવટે શરમમાં આવીને મુનિ કંડરીક, પિતાના મુનિજીવનના આચાર સાચવવા, વિહાર કરીને પિતાના આચાર્ય પાસે પહોંચી ગયા અને રાજા પુંડરીક પિતાના ભાઈનું પતન ક્યાને સંતોષ અનુભવી રહ્યા.
પણ મુનિ કંડરીકનું મુનિયાણું હવે બેટા રૂપિયા જેવું સત્વહીન બની ગયું હતું. તેઓને વારંવાર સુખ-વૈભવ અને એશ-આરામભરી જિંદગીના જ વિચારો સતાવ્યા કરતા હતા. એટલે, બેટે રૂપિયે બજારમાંથી તરત જ પાછો આવે એમ, એ પિતાના મુનિસંઘમાંથી નાસીને પોતાની નગરીમાં પાછા આવી ગયા ! આત્મસાધના માટે કાયાને કષ્ટ આપવાની અને કૃશ કરવાની વાત જાણે ભૂતકાળ બની ગઈ!
રાજા પુંડરીકે જ્યારે આ વાત જાણી ત્યારે એમનું અંતર દુઃખથી ભરાઈ ગયું. પણ એમણે પોતાની લાગણીઓને સંયમમાં રાખી અને કંડરીક પાસે જઈને પૂછયું : “ભાઈ ! શું તમને ભેગની ઈચ્છા છે?” કંડરીકે શરમ મૂકીને કહ્યું, “હા. મુનિ પણું હું નિભાવી શકું એમ નથી!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org