________________
ગામસ્વામી પણ હજી તેઓ આવી શંકા-કુશંકામાં અટવાતા હતા, એટલામાં જ ગૌતમસ્વામી, કરોળિયાના જાળાની જેમ ફેલાયેલા સૂર્યકિરણેને આધાર લઈને, પિતાની જંઘાચાર લબ્ધિના બળે, ઝડપથી અષ્ટાપદ પર્વત ઉપર ચડી ગયા અને જોતજોતામાં અદશ્ય થઈ ગયા.
- તાપસ આ જોઈને ભારે વિસ્મયમાં પડી ગયા. એમણે વિચાર્યું કે આપણું આટઆટલી તપસ્યા અને મહેનત સફળ ન થઈ, અને આ મહાપુરુષ તે, રમત કરતાં હોય એમ, ઉપર પહોંચી ગયા. જરૂર તે મહર્ષિ–મહાયોગી પાસે કઈ મહાશક્તિ હોવી જોઈએ. એટલે, જે તેઓ પાછા ફરતાં અહીં ફરી આવશે તે, આપણે એમના શિષ્ય થઈ જઈશું. એમનું શરણ સ્વીકારવાથી આપણી મેક્ષની આકાંક્ષા જરૂર સફળ થશે. - બધા તાપસે ગૌતમસ્વામીના પાછા ફરવાની ઉત્સુક્તાથી રાહ જોઈ રહ્યા.
ગૌતમસ્વામીએ, જાણે મનના મને ફળ્યા હોય એવા ઉલ્લાસથી, અષ્ટાપદમાં વીસ તીર્થકરેને વંદના કરી, અને અનેક દેવે, અસુરે અને વિદ્યાધરને ધર્મોપદેશ સંભળાવ્યું, અને રાત અષ્ટાપદ ઉપર વિતાવીને સવારે પર્વત ઉપરથી નીચે ઊતરવા લાગ્યા. - તેઓને પિતાના તરફ પાછા આવતા જોઈને બધા તાપસે રાજી રાજી થઈ ગયા. ગૌતમસ્વામી પાસે આવ્યા એટલે ત્રણ મુખ્ય તાપસે અને એમના પંદરસે શિષ્યએ એમને વિનંતી કરી: “હે મહાતપસ્વી, હે મહાગી, આપ અમારા ગુરુ બને અને અમારે આપના શિષ્ય તરીકે સ્વીકાર કરે !
ગૌતમસ્વામીએ વિચાર્યુંસર્વજ્ઞ ભગવાનના શાસનની આ કેવી મોટી પ્રભાવના ! પછી એમણે નમ્રતાથી તાપને કહ્યું : લેકગુરુ ચર્થજ્ઞ ભગવાન મહાવીરને જ તમારા ગુરુ માને. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org