________________
-~
ગુરુ ગૌતમસ્વામી મોક્ષમાર્ગની સાધનાની સફળતા ન અમુક સમયની અવધિની અપેક્ષા રાખે છે કે ન અમુક સ્થળની. એમાં તે આત્મજાગૃતિની તીવ્રતાની જ જરૂર પડે છે. એ થઈ એટલે બેડે પાર થતાં વાર લાગતી નથી. આ તે પહેલા કરેલા અને ભેગું કરીને મૂકી રાખેલા ભીના કપડા જેવી જ વાત છેઃ ભેગું કરીને મૂકી રાખેલ કપડું ક્યારે સુકાય એ શું કહેવાય ? અને પવન અને તાપમાં પહોળા કરેલ કપડાને સુકાતાં શી વાર?
' પણ આટલા બધા જીવની જીવનસાધના તત્કાળ સફળ થઈ અને થોડીક જ વારમાં એમને વિસ્તાર થઈ ગયે એની ગૌતમસ્વામીને ખબર ન હતી. એટલે અહીં પણ સાલ-મહાસાલ વગેરેના પ્રસંગનું જ પુનરાવર્તન થયું.
બધા ભગવાનના સમવસરણમાં આવી પહેચા એટલે ગૌતમસ્વામીએ બધાને પ્રભુને વંદના કરવાની આજ્ઞા કરી. પ્રભુએ કહ્યું : “ગૌતમ! કેવળજ્ઞાનીઓની આશાતના ન કરે!” ૧૩
ભવભીરુ ગૌતમસ્વામીએ તરત જ મિચ્છા મિ દુક્કડં દઈને નવા કેવળજ્ઞાનીઓની ક્ષમા માગી. - અને, શું પતાની અષ્ટાપદયાત્રા પણ નિષ્ફળ જશે અને પિતાની સિદ્ધિ આ ભવમાં થવી રહી જશે?—એ શાચ એમના અંતરને ફરી પાછા સતાવી રહ્યો.
આ તે આશાની ફૂલવેલ ઉપર નિરાશાનું ફૂલ ખીલ્યા જેવું થયું! ન માલૂમ, અગમ્ય, વિલક્ષણ ભવિતવ્યતાને આમાં શે સંત હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org