SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ -~ ગુરુ ગૌતમસ્વામી મોક્ષમાર્ગની સાધનાની સફળતા ન અમુક સમયની અવધિની અપેક્ષા રાખે છે કે ન અમુક સ્થળની. એમાં તે આત્મજાગૃતિની તીવ્રતાની જ જરૂર પડે છે. એ થઈ એટલે બેડે પાર થતાં વાર લાગતી નથી. આ તે પહેલા કરેલા અને ભેગું કરીને મૂકી રાખેલા ભીના કપડા જેવી જ વાત છેઃ ભેગું કરીને મૂકી રાખેલ કપડું ક્યારે સુકાય એ શું કહેવાય ? અને પવન અને તાપમાં પહોળા કરેલ કપડાને સુકાતાં શી વાર? ' પણ આટલા બધા જીવની જીવનસાધના તત્કાળ સફળ થઈ અને થોડીક જ વારમાં એમને વિસ્તાર થઈ ગયે એની ગૌતમસ્વામીને ખબર ન હતી. એટલે અહીં પણ સાલ-મહાસાલ વગેરેના પ્રસંગનું જ પુનરાવર્તન થયું. બધા ભગવાનના સમવસરણમાં આવી પહેચા એટલે ગૌતમસ્વામીએ બધાને પ્રભુને વંદના કરવાની આજ્ઞા કરી. પ્રભુએ કહ્યું : “ગૌતમ! કેવળજ્ઞાનીઓની આશાતના ન કરે!” ૧૩ ભવભીરુ ગૌતમસ્વામીએ તરત જ મિચ્છા મિ દુક્કડં દઈને નવા કેવળજ્ઞાનીઓની ક્ષમા માગી. - અને, શું પતાની અષ્ટાપદયાત્રા પણ નિષ્ફળ જશે અને પિતાની સિદ્ધિ આ ભવમાં થવી રહી જશે?—એ શાચ એમના અંતરને ફરી પાછા સતાવી રહ્યો. આ તે આશાની ફૂલવેલ ઉપર નિરાશાનું ફૂલ ખીલ્યા જેવું થયું! ન માલૂમ, અગમ્ય, વિલક્ષણ ભવિતવ્યતાને આમાં શે સંત હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy