________________
૧૦૮
ગુરુ ગૌતમસ્વામી વિશ્વભરમાં બીજું કોણ આપી શકે? ગૌતમને રેમ રેમ જાણે આનંદસરોવરમાં નિમગ્ન બની ગયે.
ભગવાને ગૌતમની આ શંકાને સાવ નિર્મૂળ કરવા અને પિતાની વાતને વધુ દઢ બનાવવા વાત્સલ્યપૂર્વક કહ્યું : “ગૌતમ! અમારે તમારા ઉપરને સનેહ તે કઠોળ-અન્ન ઉપરના ફેતરાં જે છે, એટલે એ અમારા માટે મેહ-માયા-આસક્તિના બંધનનું કારણ નથી બની શકતે. પણ શિષ્યની ગુરુ તરફની આસક્તિભરી ભક્તિ ઘાસની, વાંસની, ચામડાની અને ઊનની ચટાઈ જેવી હોય છે, અને તે એક એક કરતાં ચઢિયાતી અને વધુ દઢ હોય છે. આમાં ગૌતમ! તમારી મારા તરફની નેહભાવના ઊનની ચટાઈ જેવી મજબૂત છે–તમે કાંબળાની (ઊનની) ચટાઈ જેવા છે; અને એ જ તમારાં ઘાતી કર્મોના નાશની આડે આવે છે, એટલે કે તમારા કેવળજ્ઞાનને અને મોક્ષને રેકી રહેલ છે. મોહના અંશથી ભરેલી આ નાની સરખી ગાંઠ છૂટી જશે એટલે તત્કાળ તમારે નિસ્વાર થશે.”૩
ગૌતમ પરમાર્થ પામ્યાને આહૂલાદ અનુભવી રહ્યા.
પિતાની વાત પૂરી કરતાં પ્રભુએ કહ્યું: “હે ગૌતમ! તું મારી સાથે ઘણા કાળ સુધી સ્નેહથી બંધાયેલ છે. હે ગૌતમ ! તે ઘણુ લાંબા કાળથી મારી પ્રશંસા કરેલી છે. હે ગૌતમ ! તારે મારી સાથે ઘણા લાંબા કાળથી પરિચય છે. હે ગૌતમ! તે ઘણું લાંબા કાળથી મારી સેવા કરી છે. હે ગૌતમ! તું ઘણા -લાંબા કાળથી મને અનુસર્યો છે. હે ગૌતમ! તું ઘણું લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્યો છે. હે ગૌતમ! તુરતના દેવભવમાં અને સુરતના મનુષ્યભવમાં તારી સાથે મારો સંબંધ છે. વધારે તે શું ? પણ મરણ પછી-શરીરને નાશ થયા બાદ –અહીંથી એવી આપણે બંને સરખા, એક પ્રજનવાળા (એક સિદ્ધિક્ષેત્રમાં રહેવાવાળા) તથા વિશેષતા અને ભેદ રહિત (સિદ્ધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org