________________
૧૯
ક્ષમાયાચના અને અંતરની વેદના
શ્રમણ ભગવાન મહાવીરે ર૯મું ચેામાસુ` રાજગૃહ નગરમાં કર્યું. ચામાસું પૂરું થતાં ભગવાને ચંપા તરફ વિહાર કર્યાં, વિહારમાં પહેલાં પૃષ્ઠશ્ર્ચંપા આવ્યુ. પૃચંપા ચંપા નગરીનું પરુ હતું અને એ એની પશ્ચિમે વસેલું હતું.
પૃષ્ઠચંપામાં સાલ નામે રાજાનું શાસન ચાલતુ હતું. સાલ રાજાએ પેાતાના નાનાભાઈ મહાસાલને યુવરાજ પદે સ્થાપ્ચા હતા, એટલે પૃચંપાના રાજ્યના સાલને ઉત્તરાધિકારી મહાસાલ હતા.
ભગવાન પેાતાના ગામમાં પધાર્યાના સમાચાર જાણી સાલ અને મહાસાલ ખૂબ રાજી થયા. તેઓ સમજતા હતા કે પ્રજાનુ સાચું કલ્યાણ રાજા-મહારાજાઓ નહી પણુ સાધુ-સતા અને ધનાયકા જ કરે છે. તેઓના અંતરમાં ધમ ભાવનાની સરિતા વહેતી હતી, એટલે સાલ અને મહાસાલ અને ભાઈ ભગવાન મહાવીરની ધ દેશના સાંભળવા ગયા.
ભગવાન તે ધર્માંતી ના સ્થાપક અવતારી મહાપુરુષ હતા. એમની ચેામેર સમતા અને અહિંસારૂપ ધમ ભાવનાનું પાવનકારી વાતાવરણ પ્રસરી રહેતુ. અને એમના સ્ફટિક સમા વિમળ હૃદયમાંથી વહેતી વાણી પાપી-અધર્મીના અંતરને પણ જગાડી જતી, એટલે પછી ધર્માભાવનાશીલ ભક્તજનનું તે પૂછવુ' જ શું ?
તીર્થંકર ભગવાનની વાણી સાલ અને મહાસાલના અંતરને જગાડી ગઈ. બન્ને દુનિયાનું રાજ્ય તજીને આત્માનુ રાજ્ય મેળવવા ઉદ્યત થઈ ગયા. પદ્મા પૂરી થઈ એટલે સાલે ભગવાનને વિનતિ કરી : ૮ પ્રભુ ! મને આપની વાણી સાચી લાગી છે. હુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org