________________
ક્ષમાયાચના અને અંતરની વેદ્યના
૯૯
રાજ્યના ભાર મારા નાના ભાઈને સોંપીને આપના શાસનમાં દીક્ષા લેવા માગું છું.'
ઘેર જઈને સાલે મહાસાલને પેાતાના મનની વાત કહી અને રાજ્યના ભાર સભાળી લેવા કહ્યું. પણ મહાસાલે સામે વિનતિ કરી ઃ ૮ મેટા ભાઈ, ધનુ' જે રાજ્ય મેળવવા આપ આ રાજ્યને ત્યાગ કરવા તૈયાર થયા છે, એમાં કૃપા કરીને મને પશુ આપની સાથે રાખેા. જેમ રાજકાજમાં હું આપને કાયાની છાયાની જેમ અનુસરતા રહ્યો છું, તેમ આત્મસાધનામાં પણ આપના આજ્ઞાંકિત અનુચર બનીને રહીશ. સંસારની વૃદ્ધિ કરનાર જે રાજ્ય અને વૈભવ આપને નથી ખપતાં, એના મને પણ કશે! મેહ કે ઉપયેગ નથી. જ્યાં આપ ત્યાં હું. હું તેા આપની કાયાની છાયા છું. મને આપનાથી જુદો થવાની આજ્ઞા ન કરશે.” છેવટે મને ભાઈ આએ મળીને પેાતાના ભાણેજ એટલે કે પેાતાનાં મહેન-બનેવી પિઠર-ચશેામતીના પુત્ર, ગાગલીને પૃષ્ઠચંપાના રાજા તરીકે અભિષેક કર્યાં અને પેાતે ત્યાગી મનીને ભગવાનના શ્રમણુસંઘમાં ભળી ગયા.
એ વાતને ત્રણ વર્ષ વીતી ગયાં.
ખત્રીસમું ચામાસુ` વૈશાલીમાં કરીને ભગવાન રાજગૃહી ગયા; અને ત્યાંથી તે ચંપા નગરીમાં પધાર્યાં. આ વખતે ભગવાનની અનુમતિ લઈ ને ગૌતમસ્વામી સાલ-મહાસાલ સાથે પૃષ્ઠચંપા ગયા. ગાગલી રાજાએ ગુરુ ગૌતમસ્વામીનું અને પેાતાના ત્યાગી મામાઆનું ઉલ્લાસથી સ્વાગત કર્યું. પ્રજાજને પણ એ ત્યાગીઓને વધાવી રહ્યા.
જેમ ભગવાન મહાવીરની વાણી સાંભળી સાલ-મહાસાલ વૈરાગી બની ગયા હતા, તેમ ગુરુ ગૌતમની ધમ દેશના સાંભળી ગાગલી રાજાનું અંતર પશુ જાગી ઊઠયું અને એણે, પેાતાના પુત્રને રાજ્ય સાંપીને, પેાતાનાં માતા-પિતા સાથે ગૌતમસ્વામી યાસે શ્રમણુધર્મની દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org