________________
પૂર્વ વેરના પડછાયા
તેઓ પ્રભુની વધારે નજીક પહોંચ્યા.
હવે તે એ પ્રભુની સન્મુખ પહોંચી ગયા; પ્રભુની કરુણાનીતરતી દષ્ટિ સાથે હાલિક મુનિની આંખે જરાક મળી, ન મળી —પણ અરે, આ શું થયું?
નવા ભિક્ષુકનું અંતર કંઈક અજબ બેચેની અનુભવી રહ્યું; પ્રભુદર્શનની એની ઝંખના સાવ આથમી ગઈ!
અને..અને.......અને એ બેચેનીમાં ને બેચેનીમાં ગુરુ ગૌતમસ્વામીને એણે સવાલ કર્યો : “ ભગવાન ! આ સામે બેઠા છે એ કેણ છે?”
ગૌતમે કહ્યું : “એ જ મારા ગુરુ : જગતના ઉદ્ધારક સર્વજ્ઞ ભગવાન મહાવીર.”
હાલિક ઉતાવળમાં અને આવેશમાં બેલી ઊઠયોઃ “જે આ જ આપના ગુરુ હોય તે મારે એમનું પણ કામ નથી અને તમારુ પણ કામ નથી ! આ રહ્યો તમારો વેશ!”
અને હાલિક, જાણે પાછળ કઈ ભૂત પડ્યું હોય એમ, મુનિને વેશ છેડીને ત્યાંથી તરત જ નાસી ગયે! એનું અંતર આજે કહ્યું કરતું ન હતું ! - આવો વિચિત્ર બનાવ જોઈને ગૌતમસ્વામી તે સ્તબ્ધ થઈ ગયા? આ શું ? વિશ્વામિત્ર ભગવાનનાં દર્શનથી તે કંઈક જીવોને ઉદ્ધાર થઈ જાય છે! ભાવિક જને પ્રભુનાં દર્શન પામવા માટે કેવી કેવી ઝંખના સેવે છે! અને પ્રભુ ઉપર નજર પડવા માત્રથી આ માનવીના અંતરમાં ન માલૂમ કેવો કષાયભાવ-વૈરભાવ જાગી ઊઠ્યો કે એ ત્રિલેકનાથ અને એમના શાસનના વેષને મૂકીને નાસી ગયે!
ગૌતમસ્વામીની વિમાસણ અને એમના આશ્ચર્યને કેઈ અવધિ ન રહી.
પિતાની વિમાસણ શમાવવા ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું : “ભગવાન ! આપના જેવા વિશ્વવત્સલ પુરુષને જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org