________________
બે તેનું મિલન
ગૌતમ : કુમાર શ્રમણ ! આ પ્રશ્નને ખુલાસે પણ ઉપર સૂચવે એ જ સમજો. ભગવાન પાર્શ્વનાથના સમયના શ્રમણે એવા બુદ્ધિશાળી અને સરળ સ્વભાવના હતા કે તેઓ મૂલ્યવાન વને ઉપગ કરવા છતાં એના તરફની આસક્તિથી લેપાતા નહીં; અને ગમે તેવા ઉત્તમ વસ્ત્રને મુખ્ય ઉપગ કાયાનું જતન કરવાનો અને એ રીતે સંયમયાત્રામાં સહાયરૂપ થવાને જ છે, એ બરાબર સમજતા હતા. કાળબળને કારણે પોતાના સમયના શ્રમણે વ તરફની મોહ-માયાથી મુક્ત રહી શકે એમ શ્રમણ ભગવાન મહાવીરને ન લાગ્યું અને જૂની પ્રથા ચાલુ રાખવામાં સંયમની વિરાધનાનું જોખમ દેખાયું, એટલે એમણે અલક ધર્મ ઉપર વિશેષ ભાર આપે અને અનિવાર્ય લાગતાં અલ્પમૂલ્ય, સાદાં, જીર્ણશીર્ણ કવેત વસ્ત્રોને મર્યાદિત ઉપયોગ કરવાની અનુમતિ આપી. આ તફાવતનું કારણ આ જ છે. બાકી, બાહ્ય વેશ એ એાળખાણનું અને સંયમના નિર્વાહનું માત્ર એક સાધન છે; અલબત્ત, ક્યારેક એ માનવીને નીચે પડતે પણ રેકે છે છતાં ખરે ધર્મ તે દન, જ્ઞાન અને ચારિત્રના સ્વીકાર અને પાલનમાં જ છે, એ જ મોક્ષને માર્ગ છે.
નિખાલસ સ્વભાવના ગૌતમસ્વામીની ધીર-ગંભીર વાણી સાંભળીને સૌને થયુંઃ માર્ગ ભલે જુજવા રહ્યા, બધાની મંજિલ તે એક જ છે.
ગૌતમસ્વામીએ કરેલ સમાધાનથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને કેશીકુમારે જિજ્ઞાસાથી પ્રેરાઈને તેઓને બીજા પણ અનેક પ્રશ્ન પૂછ્યા.
: કેશકુમાર: હજારે દુશ્મને વચ્ચે રહેવા છતાં, અને તેઓ સતત હુમલે કરવા છતાં, આપ એમને પરાજિત કેવી રીતે કરી શકે છે?
ગૌતમ : કુમાર શ્રમણ ! પહેલાં હું મારા એક દુશ્મનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org