________________
૬
ગુરુ ગૌતમસ્વામી મહાવીરના પટ્ટશિષ્ય અને પ્રથમ ગણધર હોવાનું ગૌરવ ધરાવતા હતા. કેશીકુમાર શ્રમણ વયમાં મોટા હોવા છતાં એમને ત્રણ જ જ્ઞાન ઊપજ્યાં હતાં. વળી, તેઓ ભગવાન પાર્શ્વનાથના શિષ્ય નહીં પણ એમની વર્તમાન પરંપરાના મુખ્ય નાયક હતા.
આ રીતે જ્ઞાન અને પદ એ બંને દષ્ટિએ ગુરુ ગૌતમસ્વામી કેશીકુમાર શ્રમણ કરતાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા; પણ ન તો એનું એમને લેશ પણ ગુમાન હતું કે ન તે પોતાના મેટાપણને ખ્યાલ એમને કર્તવ્યથી પાછા રાખી શકતે હતે. એ તે ભદ્રપરિણામી અને સરળ સ્વભાવી આત્મસાધક હતા. નમ્રતા એમના અણુઅણુમાં વહેતી હતી. વળી, તેઓ વ્યવહારદક્ષ અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પૂરા જાણકાર પણ હતા.
એમણે જોયું કે કેશીકુમાર શ્રમણ જ્ઞાનમાં ભલે ઓછા હોય, પણ તેઓ ભગવાન પાર્શ્વનાથની વૃદ્ધ પરંપરાના પ્રતિનિધિ છે. વળી, વયમાં પણ તેઓ મારા કરતાં મોટા છે. એટલે એમની એ મહત્તાનું બહુમાન સાચવવા માટે સામે ચાલીને એમને મળવા જવું એ જ ઉચિત છે.
અને ગૌતમસ્વામી, કેશીકુમાર શ્રમણને મળવા, પિતાના શિષ્ય સાથે, નિંદુક ઉદ્યાનમાં પહોંચી ગયા. કેશીકુમાર પણ ખૂબ વિવેકશીલ અને વિનમ્ર ધર્મપુરુષ હતા. ગૌતમસ્વામીને આવતા જોઈ કેશીકુમાર હર્ષગગદ થઈ ગયા. સામે જઈને એમણે ગૌતમસ્વામી અને એમના ભિક્ષુસમુદાયનું ઉમળકાથી સ્વાગત કર્યું. ગૌતમ જેવા મહાન સંઘનાયકનો વિનય કરવામાં તેઓ જરાય ઓછા ઊતરે એવા ન હતા.
તેઓ અને આત્મભાવના જાણકાર અને સત્યના શોધક હતા. અને બંનેના અંતરમાં એકબીજાને પરાજિત કરીને જય મેળવવાની વિજિગીષા નહીં પણ એકબીજા પાસેથી સત્ય પામવાની જિજ્ઞાસા વહેતી હતી, એટલે એ બંને સંતેની આસપાસ ધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org