________________
બે સંતેનું મિલન
૫ જીવનના નિર્મલીકરણની પ્રક્રિયામાં ઊણપ રહી જતી; અને સૌના મનમાં પણ બેચેની રહેતી.
બંને પરંપરાના સહૃદય, સમજુ અને ઉદાર શ્રમને થતું કે કયારેક આ ભેદનું હાર્દ સમજાઈ જાય અને શંકાઓનું સમાધાન થઈ જાય તે સારું. અને સદભાગ્યે એ જ સુગ બની આવ્યું.
એક વાર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશીકુમાર શ્રમણ, પિતાના શ્રમણ સંઘ સાથે, વિહાર કરતા કરતા અનુક્રમે શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને તિર્દક ઉદ્યાનમાં ઊતર્યા. કેશીકુમાર શાસ્ત્રના પારગામી, સત્યના જિજ્ઞાસુ અને સમભાવના અપ્રમત્ત સાધક શ્રમણ હતા.
એ જ વખતે ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય, પ્રથમ ગણધર ઇંદ્રભૂતિ ગૌતમ પણ, પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે, શ્રાવસ્તી નગરીમાં આવી પહોંચ્યા અને કેષ્ઠક ઉદ્યાનમાં ઊતર્યા. ગૌતમસ્વામી તે નમ્રતા, સરળતા અને ધર્મજિજ્ઞાસાના અવતાર હતા. એમની સત્યને સમજવા અને સ્વીકારવાની તત્પરતા અને સત્યને સમજાવવાની ધીરજ, આવડત અને વત્સલતા આદર્શ હતી. સૌ એનાથી પ્રભાવીત થતા.
આ બંને શ્રમણઠેના મુનિઓ મળતા ત્યારે સહેજે એક-બીજા સંઘના આચારભેદની વાત નીકળતી. બંને પરંપરાના ધર્મનું તત્વ અને ધ્યેય તે એક જ હતું, છતાં બંનેમાં આવે કિયાભેદ કેમ, એવી શંકા સૌને સતાવતી હતી. આ શંકાનું નિવારણ કરવા માટે કેશીકુમાર શ્રમણ અને ઇંદ્રભૂતિ ગૌતમે મળીને વિચાર-ચર્ચા કરવાનું નક્કી કર્યું.
ગુરુ ગૌતમ કેશીકુમાર શ્રમણ કરતાં વયમાં નાના હતા, પણ જ્ઞાનમાં મોટા હતાતેઓ મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન ધરાવતા હતા. ઉપરાંત, તેઓ શ્રમણ ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org