________________
૧૭
એ સતાનુ મિલન
એક જ થા; એની મેટી મેટી ડાળીએ એ.
થડ નાનુ ને ડાળીએ મેાટી.
ડાળીએ ડાળીએ ફૂલ ખીલેલાં, ફળ બેઠેલાં,
ફૂલ તા એક જ ઝાડનાં અને એક જ જાતનાં; પણુ કોઈ નાનું, કાઈ માટું; કોઈ ના રંગ ઘેરા, કાઈ ના આદેશ. ફળ પણ એ જ ઝાડનાં ને એ જ જાતનાં; પણ એમાંય કોઈ નાનું, કોઈ મેટું; એમના આકાર અને રૂપ-રંગમાંય ફેર. સ્વાદ તે ફળ પાકે એટલી ધીરજ રાખીએ અને પછી ચાખી જોઈએ ત્યારે ખબર પડે. પણ એટલી ધીરજ કેાને ?
દોરગી દુનિયા તે દેખે એને સાચું માને અને જુદાં જુદાં રૂપ-રંગને માટું રૂપ આપીને ભેદ પાડવામાં રાચે. એને મન તે જેટલા ચાકા વધારે એટલે વધુ લાભ !
ફળાના જુદાપણાને, ફૂલેાના જુદાપણાને અને ડાળીઓના જુદાપણાને જાણનારા તેા, અનેક મળે, પણ એ બધાંયનું મૂળ એક જ છે, એક જ થડની એ નીપજ છે, એ જાણનારા તે કોઈ વિરલા જ નીકળે.
સાંકડા મનના જ આ બધા ખેલ. જેવું મન એવી દુનિયા : સાંકડા મનની દુનિયા સાંકડી; મેાટા મનની દુનિયા મેાટી.
મનનું આ સાંકડાપણું, વ્યવહારની જેમ, ધર્માંને પણુ અભડાવી બેસે છે અને મૈત્રી, શાંતિ અને એકતાના સ્થાપક ધ ને ભેટ્ટ-કલેશના પાષક સંપ્રદાય અનાવી મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org