________________
૨૭૮
-
ગુરુ ગૌતમસ્વામી
ત્રણ કાળ પાકે અને પાંદડું પાકું–પીળું થઈ સહજભાવે ખરી પડે. આયુષ્યનું પણ એવું જ સમજવું–વહેલાં કે મેડાં એ પૂરું થાય જ થાય.
સમય પાડ્યો અને તિર્માલી દેવના જીવે સ્વર્ગલોકને તજીને મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં વૈતાઢયની વેગવતી નામની નગરીમાં વિદ્યાધરના રાજા સુવેગના પુત્રરૂપે જન્મ લીધે. એનું નામ હતું વેગવાન.
સુધર્મા શેઠને જીવ, વિષય-વાસનાના ફળરૂપે, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ધનવંતી વિજયમાં તરંગિણી નગરીમાં ધનદેવ વ્યવહારિયાની પત્ની ધનવતીની કુક્ષિથી પુત્રીરૂપે અવતર્યો. એનું નામ ધનમાલા.
વિદ્યાધરના રાજા સુવેગને ધીસખા નામે મંત્રી હતા. એ શાણે, બુદ્ધિશાળી અને ધર્મપરાયણ હતે.
વેગવાન વિદ્યાધરે, પોતાની કુળ પરંપરાની રીત પ્રમાણે, તપ અને વિધિપૂર્વક વિદ્યાસાધના કરીને બળ, બુદ્ધિ અને પરાક્રમ ખીલવીને યુવરાજ પદ પ્રાપ્ત કર્યું હતું. આ તરફ ધનમાલા પણ રૂપ-લાવણ્યવતી અને અનેક વિદ્યા-કળાઓમાં નિપુણ બની હતી.
' એક વાર વેગવાન આકાશ માગે ફરતે હતે, એવામાં એની નજર ધનમાલા ઉપર પડી. એનું રૂપ-લાવણ્યથી શોભતું યૌવન જેઈને વેગવાન એના ઉપર આસક્ત થયો અને એનું અપહરણ કરીને એને પોતાની નગરીમાં ઉપાડી લાવ્યો. પણ ધનમાલા એની સાથે લગ્ન કરવા તૈયાર ન થઈ; એ માટેના વેગવાનના બધા પ્રયત્ન એળે ગયા અને વેગવાન ખાવાપીવાનું છોડીને હરાયા ઢોર જેવો બની ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org