________________
આદર્શ શિષ્ય, આદર્શ ગુરુ સૌ ઉપર કામ કરીને સૌને પિતાને વશ કરી લે એ મધુર હતે. વત્સલતા, સમતા, સરળતા, કરુણામયતા અને નિખાલસતા એમના એકેએક વેણ અને વ્યવહારમાંથી નીતરતી રહેતી હતી. ગુરુ ગૌતમ દેહધારી માનવ શું હતા, જાણે બધી ક્ષેમંકર ઊર્મિઓ, લાગણીઓ અને ભાવનાઓના પિંડ હતા. અને એમના ઉદાર અંતરમાંથી મારા-તારાપણાના બધા ભેદ ભૂંસાઈ ગયા હતા. જેમ ઊંચે આકાશમાં બિરાજતા ચંદ્રને માટે સૌhઈને એમ લાગે કે એ તે મારા તરફ જ નિહાળી રહેલ છે, અને મારા ઉપર જ અમી વરસાવી રહેલ છે, એમ ગુરુ ગૌતમને માટે પણ સૌના અંતરમાં એ જ ભાવ જાગતું કે તેઓ મારા જ છે અને મારા ઉપર એમની અસીમ કૃપા અને વત્સલતાને અભિષેક નિરંતર કરતા રહે છે !
ભગવાન મહાવીરના સંઘના તે તેઓ સ્થવિર–વડીલ હતા જ, સૌને સાચવવાની, સુધારવાની અને શીખવવાની એમની પદ્ધતિ પણ અનોખી અને આભિજાત્યથી શેભતી હતી; પણ જેઓ એ સંઘમાં ભળ્યા ન હતા, ભગવાન મહાવીરની ધર્મપ્રરૂપણુ જેઓને સમજાતી ન હતી અને જેઓ એમને વિરોધ કરતા હતા, એ બધાય ગુરુ ગૌતમને સંપર્ક પામીને અને એમની સમભાવ, સમન્વય અને સમજૂતીથી ભરેલી વાત સાંભળીને પ્રતિબંધ પામી જતા, એમના બની જતા અને અંતે ભગવાન મહાવીરના ધર્મસંઘમાં ભળી જતા. સમતા, સત્ય અને સમન્વયનો સુમેળ સાધવાની જે કળાથી મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને પિતાના બનાવી દીધા હતા, એ કળા ગુરુ ગૌતમમાં જાણે સોળે કળાએ ખીલી નીકળી હતી.
વગર બેલ્વે સૌના સંશયે છેદાઈ જાય અને સને વ્રતનિયમ-સંયમમાં આપમેળે સ્થિર રહેવાની પ્રેરણા મળે, એવું પવિત્ર અને પ્રભાવશાળી તેઓનું જીવન અને તેજસ્વી અને હૃદયસ્પર્શી તેઓનું જ્ઞાન હતું. જ્ઞાન અને ચારિત્રની ગરિમાથી શેભતા તેઓ આદર્શ ધર્મગુરુ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org